News Updates
RAJKOT

ગુજરાતમાં 24 કલાકમાં 3 યુવાન ઢળી પડ્યા:રાજકોટમાં જુવાનજોધ બે યુવાનનાં હાર્ટ-એટેકથી મોત, પંચમહાલમાં પહેલીવાર યુવકને હાર્ટ-એટેક આવતાં લોકો ગભરાયા

Spread the love

ગુજરાતમાં જુવાનજોધ યુવાનોમાં હાર્ટ-એટેકનો કહેર યથાવત રહેતા ચિંતાજનક વિષય બનતો જાય છે. રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા જ રહે છે, ત્યારે હવે મધ્ય ગુજરાતના પંચમહાલમાંથી પણ હાર્ટ-એટેકનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજકોટમાં બે, અને ગોધરામાં એક જુવાનજોધ યુવાનને હાર્ટ-એટેક આવતા વિષય ગંભીર બન્યો છે. ગોધરામાં હાર્ટ-એટેક આવનાર યુવાન દોઢ માસ પહેલાં જ પિતા બન્યો હતો.

રાજકોટમાં આજે પહેલો હાર્ટ-એટેકનો કિસ્સો
રાજકોટ શહેરના રામવન સામે બંસીધર વે-બ્રિજ નજીક મીરા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક કારખાનાની ઓરડીમાં રહેતો 20 વર્ષીય ગુરૂપ્રસાદ શિવકુમાર ગોડીયા નામનો શ્રમિક પોતાની ઓરડીમાં સુતો હતો, ત્યારે અચાનક તબિયત લથડતા બેભાન થઇ ગયો હતો. તેથી ગુરૂપ્રસાદને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં ઇમરજન્સી રૂમમાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

3 મહિનાથી રાજકોટમાં મજૂરી કામ કરતો
મૃતકના પરિજનોએ જણાવ્યું કે, ગુરૂપ્રસાદ મુળ નેપાળનો રહેવાસી હતો. રાજકોટમાં 3 મહિનાથી મજૂરી કરવા આવ્યો હતો. મીરા ઇન્ડસ્ટ્રીયલ એરીયાના કારખાનામાં કામ કરતો અને ત્યાં જ ઓરડીમાં રહેતો હતો. બે દિવસથી તેની તબિયત નરમ રહેતી હતી. હળવો તાવ આવતો હતો. ગઇકાલે સાંજે કામેથી આવ્યા બાદ સાંજે 7 વાગ્યે સુતો હતો, ત્યાં બેભાન થઇ ગયો હતો. પ્રાથમિક તારણ મુજબ યુવકનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

બીજો હાર્ટ એટેકનો બનાવ
બીજા બનાવની વાત કરીએ તો, રૂખડીયા ફાટક પાસે રહેતો 35 વર્ષીય સુરેશ મગન લોરીયા ગઇકાલે રાત્રે 8.30 વાગ્યે પોતાના ઘરે હતો, ત્યારે ગભરામણ થતું હોવાની વાત કર્યા બાદ અચાનક બેભાન થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમરજન્સી વોર્ડમાં તેને મૃત જાહેર કર્યો હતો, ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસ ટીમે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડયો હતો. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ સુરેશને હાર્ટ-એટેક આવી ગયાનું તબીબોએ જણાવ્યું છે.

સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક છુટક મજુરી કરતો હતો છેલ્લા ઘણા સમય પહેલા ટી.બી. ડીટેકટ થયું હતું પણ તેની પૂર્ણ સારવાર કરાવતા સ્વસ્થ થઇ ગયો હતો. અગાઉ પથરીનું ઓપરેશન પણ કરાવ્યું હતું. જોકે બનાવના દિવસો દરમિયાન તે સંપૂર્ણ સ્વસ્થ હતો. તેને કોઈ બીમારી નહોતી. સુરેશ બે ભાઇ, એક બહેનમાં મોટો હતો તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. સગીર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાયો છે.

પંચમહાલમાં હાર્ટ-એટેકનો પ્રથમ કેસ
ગોધરામાં હાર્ટ-એટેકનો પ્રથમ કેસ આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ગોધરા શહેરના કુબા મસ્જિદ પાસે આવેલા 26 વર્ષીય યુવકનું તોફીક સાદિક મિયા મલેક હાર્ટ એટેકના કારણે મોત થયું છે. કુબા મસ્જિદ પાસે રહેતા તોફીકને ગઈકાલે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. યુવક તિજોરી બનાવાના કારખાનામાં કામ કરતો હતો તે વખતે તોફીક સાદિક મિયા મલેકને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો, ત્યારે તબીબે શરીર ચેક કરતા તે મરણ ગયા હોવાનું જણાવ્યું હતું. જેના પરિણામે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પરિવારજનોમાં ગમગીનીનો માહોલ
તોફીક સાદીકના મોતના પગલે પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો, ત્યારે મૃતકના દાદાએ આવી હાર્ટ એટેકની ઘટનાઓને લઈ તંત્ર અને સરકાર ગંભીર થાય તેમ જણાવ્યું હતું. તોફીક સાદિક મિયા મલેક પરિવારનો એકના એક પુત્ર હતો. તેમના લગ્ન 2019માં સાલેહાબાનુ સાથે થયા હતા. હાલમાં દોઢ માસ પહેલાં જ તેમની પત્નિએ પુત્ર અઝાનને જન્મ આપ્યો હતો. તોફીકના જનાજામાં મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ જોડાયા હતા અને તેની દફનવિધિ કરવામાં આવી હતી.

Spread the love

Related posts

ગીગા ભમ્મરની ટિપ્પણી સામે રોષ:રાજકોટમાં ચારણ-ગઢવી સમાજે રેલી કાઢી કલેક્ટર-કમિશનરને રજૂઆત કરી; ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

Team News Updates

દેશી દારૂનાં ધમધમતા અડ્ડા પર દરોડા:રાજકોટમાં 10 મહિલા સહિત 16 શખસ સામે 18 ગુના નોંધાયા, આથા સાથે 7,300 લિટર જથ્થાનો નાશ

Team News Updates

મનપાનું બુલડોઝર ફરી વળ્યું:કણકોટ રોડ પર 12 ગેરકાયદે મકાનો સહિતનાં દબાણો દૂર કરી રૂ. 84.80 કરોડની 5326 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

Team News Updates