ગોંડલ શહેર પંથકમાં જાણે કાળ ચક્ર ઘૂમી રહ્યું હોય તેમ છેલ્લા પંદર દિવસમાં અકસ્માતમાં પાંચ જિંદગી હોમાઇ ગઇ છે ત્યારે ગોંડલ થી મોવિયા જતા રોડ પર મામા દેવ ના મંદિર પાસે કારે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘોઘાવદર ના યુવાનનું મોત નિપજયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા નીતિનભાઈ કેશુભાઈ સોલંકી મોવિયા ગામના પોતાના મિત્ર ની વાડીએથી પરત ફરી રહ્યા હતા ત્યારે મામા દેવ ના મંદિર પાસે GJ03KP2737 ના ચાલકે પૂરઝડપે બેફિકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે કાર ચલાવી અકસ્માત સર્જાયો હતો જેમાં નીતિનભાઈ ગંભીર રીતે ઘવાતા ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા ત્રણ દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી હતી ઘટના અંગે તાલુકા પોલીસે આઈપીસી કલમ 279, 304 (અ) એમ વી એક્ટ 177 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.