એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી હવે સલમાન ખાન આ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ એટલે કે ટાઈગર 3 (Tiger 3) દરેક માટે લાવી રહ્યો છે. ટાઈગર 3નું ટીઝર જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવશે.
સુપરસ્ટાર સલમાન ખાનની ફેન ફોલોઈંગ જોવા જેવી છે. પડદા પર સલમાનની ફિલ્મનું આગમન એટલે ચાહકોમાં ઉજવણીનો માહોલ. ભાઈજાનના ચાહકો લાંબા સમયથી ફિલ્મ ટાઈગર 3ની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલમાં લોકો માટે ટાઈગર (Tiger 3)નો મેસેજ આવ્યો હતો. એક રીતે તેને ટાઈગર 3નું ટીઝર પણ માનવામાં આવી રહ્યું છે. સલમાન ખાન તેની આગામી ફિલ્મથી બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.
ટાઇગરની અગાઉની બંને ફ્રેન્ચાઇઝી સુપરહિટ રહી છે. ચાહકો સલમાન ખાનને RAW એજન્ટ તરીકે પોતાના દેશ માટે લડતા જોવાનું પસંદ કરે છે. પરંતુ હવે ફિલ્મના ત્રીજા ભાગને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પઠાણ અને જવાન બંનેને પાછળ છોડી દેશે અને બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ પણ તોડી નાખશે. પરંતુ તે પહેલા એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈના બોક્સ ઓફિસ કલેક્શન પર એક નજર કરીએ.
એક થા ટાઈગરનું કુલ કલેક્શન
ટાઈગર ફ્રેન્ચાઈઝી દેશના RAW એજન્ટની સ્ટોરી પર આધારિત છે, તેથી આ ફિલ્મનો પ્રથમ ભાગ, એક થા ટાઈગર, 15 ઓગસ્ટ 2012ના રોજ રીલિઝ થયો હતો. ત્યારબાદ સલમાન ખાનની ફિલ્મે પહેલા દિવસે 32 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. આ ફિલ્મે ભારતમાં 198.78 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન 58.31 કરોડ રૂપિયા હતું અને ફિલ્મનો વર્લ્ડવાઈડ બિઝનેસ 335 કરોડ રૂપિયા હતો.
ટાઈગર ઝિંદા હૈનું કુલ કલેક્શન
એક થા ટાઈગર પછી જ્યારે ટાઈગર ઝિંદા હૈ આવી ત્યારે દર્શકોમાં ભારે ઉત્સાહ હતો. આ ફિલ્મે 34.10 કરોડ રૂપિયાથી શરૂઆત કરી હતી. જે ખૂબ જ અદભુત કલેક્શન માનવામાં આવતું હતું. એક અઠવાડિયામાં જ સલમાન ખાનની ટાઈગર ઝિંદા હૈ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 339.16 કરોડ હતું.
ટાઈગર 3
એક થા ટાઈગર અને ટાઈગર જિંદા હૈની બ્લોકબસ્ટર્સ બાદ હવે મેકર્સ અને ચાહકોને આશા છે કે ફિલ્મનો ત્રીજો ભાગ પણ બોક્સ ઓફિસ પર હિટ રહેશે. ફિલ્મનું ટીઝર જોયા બાદ દરેક લોકો કહી રહ્યા છે કે સલમાનની સામે ઉભા રહેવું દરેક માટે મુશ્કેલ થઈ જશે. ચાહકો એ પણ અનુમાન લગાવી રહ્યા છે કે આ ફિલ્મ ચોક્કસપણે 1000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.