News Updates
Uncategorized

માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા

Spread the love

પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી જેને બચાવવા માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં ડૂબ્યા હતા. જોકે શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળ્યો.

સુરતના માંડવીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો નહેરમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. પાણીમાં ડૂબવાની ઘટનામાં માતા, પુત્ર અને પુત્ર વધુ નહેરમાં તણાયા છે. મહત્વનું છે કે તમામનું પાણીમાં ડૂબી જવાના કારણે માતાનું મોત નીપજયું છે. પારિવારીક ઝઘડાના કારણે માતાએ નહેરમાં છલાંગ લગાવી હતી. જોકે માતાને બચાવવા કૂદેલા પુત્ર અને પુત્રવધુ પણ નહેરના પાણીમાં તણાયા હતા. ઘર કંકાસમાં પરિવારના ઝઘડામાં માતાને માઠું લાગી આવતા આ પગલું લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

માતાએ નહેરમાં છલાંગ લગાવતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેને લઈ તાત્કાલિક ફાયર વિભાગે જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી હતી. ડૂબેલી માતાની શોધખોળ દરમિયાન માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ નહેરમાં માતાને બચાવવા પડેલા પુત્ર અને પુત્ર વધુ પણ પાણીમાં ડૂબ્યા હતા, જોકે હાલ સુધી પુત્ર અને પુત્રવધુની કોઈ ભાળ મળી નથી.


Spread the love

Related posts

‘જવાન’ની 1000 કરોડની કમાણી પર પઠાનના ઘરે પાર્ટી’:શાહરૂખ ખાને યોજ્યું એસઆરકે સેશન, કહ્યું, ‘મન્નતમાં પતંગિયા આવે છે, ગરોળી નહીં’

Team News Updates

કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાંસોજ ખાતે ક્ષેત્ર દિવસની કરાઈ ઉજવણી

Team News Updates

વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ તીર્થ શિવમય બન્યું

Team News Updates