ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે છેલ્લી ડબલ હેડર છે. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 224 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને ઇમ્પેક્ટ પ્લેયર પૃથ્વી શો આવ્યા હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તુષાર દેશપાંડે પોતાની પહેલી જ ઓવરમાં પૃથ્વી શોને આઉટ કર્યો હતો. તેનો કેચ અંબાતી રાયડુએ કર્યો હતો. પાંચમી ઓવરમાં દીપક ચહરે ફિલિપ સોલ્ટને આઉટ કર્યો હતો. તે 3 રન બનાવીને આઉટ થયો હતો.
ચેન્નાઈએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 3 વિકેટે 223 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ડેવોન કોનવે 52 બોલમાં 87 રન ફટકાર્યા હતા. તો રૂતુરાજ ગાયકવાડે 50 બોલમાં 79 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 9 બોલમાં 22 રન અને રવીન્દ્ર જાડેજાએ 7 બોલમાં 20* રન ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ચેતન સાકરિયા, એનરિક નોર્કિયા અને ખલીલ અહેમદને 1-1 વિકેટ મળી હતી.
કોનવેએ 33 બોલમાં ફિફ્ટી ફટકારી હતી
ડેવોન કોનવેએ સિઝનની છઠ્ઠી ફિફ્ટી ફટકારી હતી. તેણે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આ તેની કારકિર્દીની 9મી અડધી સદી છે.
ગાયકવાડ-કોનવે વચ્ચે 141 રનની પાર્ટનરશિપ
રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ ચેન્નાઈને શાનદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે 87 બોલમાં 141 રનની ભાગીદારી થઈ હતી. આ જોડીએ સિઝનમાં ચોથી સદીની ભાગીદારી કરી છે.
પાવરપ્લેમાં ચેન્નાઈના ઓપનર્સની શાનદાર શરૂઆત
ચેન્નાઈએ શાનદાર શરૂઆત કરી હતી. ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડની ઓપનિંગ જોડીએ 6 ઓવરમાં 52 રન બનાવ્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ (DC): ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), રિલી રોસોયુ, યશ ધુલ, અમન ખાન, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ અને એનરિક નોર્કિયા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: પૃથ્વી શો, મુકેશ કુમાર, પ્રવીણ દુબે, રિપલ પટેલ, અભિષેક પોરેલ.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહિશ થિક્સાના.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: મથિશા પથિરાના, મિચેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રશીદ, આકાશ સિંહ.
ચેન્નાઈ જીતશે, તો પ્લેઑફમાં પહોંચી જશે
જો ચેન્નાઈ આજે જીતશે તો ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. તેમજ દિલ્હી સામેની આ તેની સતત ચોથી જીત હશે. દિલ્હીની ચેન્નાઈ સામે છેલ્લી જીત વર્ષ 2021માં થઈ હતી. બન્ને ટીમ આ સિઝનમાં બીજી વખત ટકરાશે. છેલ્લી મેચમાં ચેન્નાઈએ દિલ્હીને 27 રને હરાવ્યું હતું.
દિવસની બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હશે જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
દિલ્હી પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને છે
દિલ્હીએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 13 મેચમાંથી માત્ર 5 જીતી છે અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ 10 ટીમના પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને છે. ટીમના હવે 10 પોઇન્ટ્સ છે. ચેન્નાઈ સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ ડેવિડ વોર્નર, ફિલિપ સોલ્ટ, રિલી રોસોયુ અને એનરિક નોર્કિયા હોઈ શકે છે.
ચેન્નાઈની ટીમે 13માંથી 7 મેચ જીતી હતી
ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 13 મેચમાંથી 7માં જીત મેળવી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈમાં એક મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ટીમના હાલ 15 પોઇન્ટ્સ છે. ડેવોન કોનવે, મોઈન અલી, મથિશા પથિરાના અને મહિશ થિક્સાના દિલ્હી સામેની ટીમના 4 વિદેશી ખેલાડી હોઈ શકે છે. આ સિવાય રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.
ચેન્નાઈ હેડ ટુ હેડમાં આગળ
હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 મેચ રમાઈ છે. જેમાં દિલ્હીએ 10 અને ચેન્નાઈએ 18 મેચ જીતી છે.