News Updates
ENTERTAINMENT

Oscar Awardsમાં કપડા વગર કેમ પહોંચ્યો જ્હોન સીના? લોકો ચોંકી ઉઠ્યા

Spread the love

ઓસ્કાર એવોર્ડ હંમેશા કેટલાક અજીબોગરીબ કારણોસર ચર્ચામાં રહે છે. આવું જ કંઈક આ વર્ષે પણ થયું જ્યારે હોલિવૂડ એક્ટર અને રેસલર જોન સીના કપડા વગર સ્ટેજ પર પહોંચ્યા.

ઓસ્કાર એવોર્ડ 2024 ના વિજેતાની જાહેરાત ભારતીય સમય અનુસાર 11 માર્ચે સવારે કરવામાં આવી હતી. ઘણી ફિલ્મોને અલગ-અલગ કેટેગરીમાં એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચાલુ અવોર્ડ ફન્કશનમાં ચોંકાવનારી ઘટના બની. રેસલર અને હોલીવુડ એક્ટર જોન સીના નગ્ન અવસ્થામાં સ્ટેજ પર પહોંચ્યા અને આ જોઈ લોકો ચોંકી ઉઠ્યા કે જોન સીનાએ આવું કેમ કર્યું

વાયરલ થયેલા ઈવેન્ટના આ ફોટામાં જોન સીનાને બેસ્ટ કોસ્ચ્યુમ કેટેગરીમાં એવોર્ડ આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે જોન સીના કપડા વગર સ્ટેજ પર આવ્યો પહેલા તો તે બહાર આવતા ખચકાઈ રહ્યો હતો પછી ઓસ્કાર 2024 ના હોસ્ટ કિમેલ દ્વારા સમજાવ્યા પછી, તે સ્ટેજ પર પહોંચ્યો. આ પછી, સીના વિજેતાના નામની જાહેરાત કરવા માટે ઓસ્કાર 2024ના સ્ટેજ પર પહોંચી, અને પોતાની જાતને બેસ્ટ કોસ્ચ્યુમ ધરાવતા મોટા કપડાથી ઢાંકી દીધું

વાસ્તવમાં ઈવેન્ટને હોસ્ટ કરી રહેલા જીમી કિમેલ જણાવી રહ્યા હતા કે 50 વર્ષ પહેલા એક એવોર્ડ ફંક્શનમાં એક વ્યક્તિ કપડા વગર પહોંચ્યો હતો. જ્યારે જીમી આ વર્ષો જૂની ઘટના વિશે વાત કરી રહ્યો હતો ત્યારે રેસલર અને એક્ટર જોન સીના સ્ટેજ પર છુપાયેલો જોવા મળ્યો હતો.

બાદમાં જ્હોન સ્ટેજ પર આવે છે અને કપડા વગર જોવા મળે છે. એ જ રીતે, તેમણે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનના વિજેતાના નામની જાહેરાત કરી. પછી જ્હોને કહ્યું કે કોસ્ચ્યુમ હોવો જોઈએ. જે બાદ જીમી તેમને કપડાથી લપેટી લે છે

વાસ્તવમાં, આ એક પ્રેંક હતો, જે જ્હોન અને જીમી બંનેએ સાથે મળીને પ્લાન કરી હતી. જોકે, આ પ્રેંક જોયા બાદ ત્યાં હોબાળો મચી ગયો હતો. લોકોના હોશ ઉડી ગયા. તેને એ હાલતમાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

હોલી વેડિંગ્ટનને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ મળ્યો હતો જે જ્હોન સીના પ્રસ્તુત કરવા આવ્યો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ પુઅર થિંગ્સ માટે આપવામાં આવ્યો છે.


Spread the love

Related posts

ગુજરાતી સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ગુજરાતી કોમેડી ફિલ્મ ‘બુશશર્ટ ટી-શર્ટ’ થઈ રિલીઝ

Team News Updates

IPLમાં આજે MI માટે કરો યા મરોનો જંગ:અંતે મુંબઈના કેમ્પમાં હાશકારો અનુભવાયો, આકાશે સેન્ચુરીની નજીક પહોંચેલા અગ્રવાલને આઉટ કર્યો

Team News Updates

IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં થયો ફેરફાર, વરુણ ચક્રવર્તી અને રિંકુ સિંહે કરી કમાલ

Team News Updates