News Updates
ENTERTAINMENT

IPL 2024ની 10 ટીમના માલિકો ની જાણીએ સંપતિ, તેમાં સૌથી અમીર  કોણ

Spread the love

આઈપીએલ દિનપ્રતિદિન રસપ્રદ બની રહી છે. જેમાં સામેલ ટીમના માલિકોની કમાણી પણ વધી રહી છે. આઈપીએલમાં નીતા અંબાણીથી લઈ શાહરુખ ખાન , પ્રીતિ ઝિન્ટા સૌની ટીમ સામેલ છે. તો ચાલો આજે તમને જણાવીશું કે, આઈપીએલની ટીમોના 10 માલિકો જેની પાસે અરબો-કરોડોની સંપત્તિ છે.

આઈપીએલ 2024ની શરુઆત થઈ ચુકી છે. આ દુનિયાની સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ લીગમાં બીજા ક્રમે છે. IPL દિવસેને દિવસે લોકોના મનોરંજનનો એક ભાગ બની રહી છે. જેમાં સામેલ ટીમના માલિકોની કમાણીમાં પણ વધારો થઈ રહ્યો છે.

સૌથી પહેલા આપણે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અને નીતા અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના નેતૃત્વવાળી મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ. મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ 9,962 કરોડ રુપિયા છે. તે આ મામલે સૌથી પહેલા નંબર પર છે. તો રિલાયન્સની વાત કરીએ તો તે દેશની સૌથી પૈસાદાર કંપની છે. આનું માર્કેટ કેપિટલાઈઝેશન 17.05 કરોડ રુપિયા છે. નીતા અંબાણીની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 23,199 કરોડની સંપત્તિ છે.

આ લિસ્ટમાં બીજા નંબર પર આવે છે ઈન્ડિયા સીમેન્ટસના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ. જે આઈપીએલ 2023ની વિજેતા પણ છે અને પાંચ વખતની ચેમ્પિયન ટીમ પણ છે. ટીમની બ્રાન્ડ વેલ્યુ 8,811 કરોડ રુપિયા છે. આના માલિક વર્ષ 2008થી ઈન્ડિયા સીમેન્ટસ એન શ્રીનિવાસ છે, તેની પાસે 720 કરોડની નેટવર્થ છે.

ગુજરાત ટાઈટન્સની બ્રાન્ડ વેલ્યુ 6,512 કરોડ રુપિયા છે. આ ટીમ સીવીસી કેપિટ્લસના નેતૃત્વવાળી છે. ટીમના માલિક સ્ટીવ કોલ્ટેસ અને ડોનાલ્ડ મેકેન્ઝી છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સની બ્રાન્ડ વેલ્યુ 8,428 કરોડ રુપિયા છે. જેની ઓનરશિપ રેડ ચિલી એન્ટરટેનમેન્ટ છે. ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન, અભિનેત્રી જુહી ચાવલા અને જય મહેતાના પૈસા લાગેલા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની બ્રાન્ડ વેલ્યુ 7,432 કરોડ રુપિયા છે. આ આઈપીએલ ટીમની ઓનર Sun TV Network છે અને સીઈઓ કાવ્યા મારન છે. જે સન ગ્રપુના ફાઉન્ડર કલાનિધિ મારનની પુત્રી છે. કાવ્યાની પાસે 409 કરોડની સંપત્તિ છે.

દિલ્હી કેપિટલ્સની બ્રાન્ડ વેલ્યુ 7,930 કરોડ રુપિયા છે.આની ઓનરશિપ જીએમએર ગ્રુપ અને જેએશડબલ્યુ ગ્રુપની પાસે છે. દિલ્હી કેપિટલ્સના ચેરપર્સન પાર્થ જિંદલ છે.

રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યુ 7,662 કરોડ રુપિયા છે. આ આઈપીએલ ટીમની ઓનરશિપ Royal Multisport Pvt. Ltd.ની પાસે છે અને ટીમના માલિક મનોજ બડલે અને લચલાન મર્ડોક છે.

પંજાબ કિંગ્સની બ્રાન્ડ વેલ્યુની વાત કરીએ તો 7,087 કરોડ રુપિયા છે. તેના માલિકોમાં મોહિત બર્મન, નેસ વાડિયા, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને કરણ પાલ સામેલ છે.

લખનૌ સુપર જાયન્ટસની બ્રાન્ડ વેલ્યુ 8,236 કરોડ રુપિયા છે. આ ટીમના માલિકોના હક RPSG વેન્ચર્સ લિમિટેડની પાસે છે. જે આરપીએસજી ગ્રુપના માલિક ઉદ્યોગપતિ સંજીવ ગોયનકાના નેતૃત્વવાળી કંપની છે.

લખનૌ સુપર જાયન્ટસની બ્રાન્ડ વેલ્યુ 8,236 કરોડ રુપિયા છે. આ ટીમના માલિકોના હક RPSG વેન્ચર્સ લિમિટેડની પાસે છે. જે આરપીએસજી ગ્રુપના માલિક ઉદ્યોગપતિ સંજીવ ગોયનકાના નેતૃત્વવાળી કંપની છે.


Spread the love

Related posts

રોહિત શેટ્ટીના ‘કોપ યુનિવર્સ’ની પાંચમી ફિલ્મનું શૂટિંગ શરૂ:’સિંઘમ અગેઇન’ના સેટ પર યોજાઈ પૂજા, અજય દેવગન, રણવીર સિંહ રહ્યા હાજર

Team News Updates

રાજવીર દેઓલે ભાઈ કરણની ફ્લોપ ડેબ્યૂ વિશે વાત કરી:કહ્યું,’હું નસીબદાર છું કે મને પરિવારના પ્રોડક્શન હાઉસની બહાર લોન્ચ કરવામાં આવ્યો’

Team News Updates

સિંઘમ અગેઇન’માં ટાઈગર શ્રોફની એન્ટ્રી:રોહિત શેટ્ટી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઓફિસર એસીપી સત્યાની ભૂમિકા ભજવશે, ટાઈગરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો

Team News Updates