ગુજરાત સરકારે સરકારી કચેરીઓ માટે 2021ના વર્ષની રજાઓની યાદી જાહેર કરી, કુલ 22 ફરજિયાત અને 44 મરજિયાત રજા

0
97
  • શનિવારના દિવસે ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલની રજા હોવાથી એને મુખ્ય 22 રજામાં સામેલ કરાઈ
  • રવિવારના દિવસે મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીની રજા

ગુજરાત સરકારે 2021ના વર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજા છે, જ્યારે 44 મરજિયાત રજા છે. આ યાદીમાં જાહેર રજાઓમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી, જ્યારે મરજિયાત રજાઓમાં 8 રજા રવિવારના દિવસે આવતી હોવાથી એનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી. રવિવારે આવનારી રજાઓમાં મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી એને જાહેર રજાઓના લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે શનિવારે આવતી ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.


44 મરજિયાત રજાની પણ જાહેરાત
ગુજરાત સરકારે 44 મરજિયાત રજાની પણ જાહેરાત કરી છે, જેમાં પણ આઠ રજા રવિવારના દિવસે આવતી હોવાથી એને મરજિયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તહેવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ ભોગવી શકશે, જેના માટે કર્મચારીએ અગાઉથી લેખિત અરજી કરવી કરવી પડશે, જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજનું મહત્ત્વ જોઇને મંજૂરી આપશે.

બેંકોમાં 16 રજા જાહેર કરાઈ
2021ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજા જાહેર કરવામાં આવી છે, જેમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here