મથુરાના નંદબાબા મંદિરમાં 2 મુસ્લિમે નમાઝ અદા કરી, 4 સામે FIR; મંદિરમાં હવન પૂજા કરી ગંગાજળથી શુદ્ધ કરવામાં આવ્યું

0
106

નંદબાબા મંદિરમાં 29 ઓક્ટોબરે બે શખસનો ફોટો વાઇરલ થયો હતો, જેમાં તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા.

  • 29 ઓક્ટોબરે બે યુવકે મંદિરમાં નમાઝ અદા કરી હતી, રવિવારે સોશિયલ મીડિયા પર ફોટો વાઇરલ થવાને કારણે વિવાદ વધ્યો

મથુરાના નંદગાંવના પ્રસિદ્ધ મંદિરમાં નમાઝ અદા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેના ફોટા વાઈરલ થયા પછી મંદિર પ્રશાસને ચાર લોકો પર કેસ નોંધાવ્યો છે. એ પછી મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું છે. 29 ઓક્ટોબરના રોજ બે મુસ્લિમ યુવકના ફોટા વાઈરલ થયા હતા, જેમાં તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા. જે સમયે આ ઘટના બની ત્યારે કોરોનાના કારણે મંદિરમાં ભીડ ઓછી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, 29 ઓક્ટોબરના રોજ મંદિરમાં ચાર યુવક પહોંચી ગયા હતા. તેમણે પોતાનું નામ ફૈઝલ ખાન, મોહમ્મદ ચાંદ, નીલેશ ગુપ્તા અને આલોક જણાવ્યાં. આ યુવકોએ પોતાને હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિમાં વિશ્વાસ રાખનારા ગણાવ્યા. મોબાઈલમાં તમામ સંતો-મહંતોની સાથેના પોતાના ફોટા પણ બતાવ્યા. તેમણે મંદિરના પૂજારી કાન્હા ગોસ્વામીને દર્શન કરવાની વાત જણાવી.

સેવાયતે આ યુવકોની વાતને માનીને તેમને મંદિરમાં જવાની પરવાનગી આપી. કોવિડ-19ના કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ન હતી. એનો ફાયદો ઉઠાવીને ફૈઝલ ખાન અને ચાંદ મોહમ્મદે નમાઝ અદા કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સાથી નીલેશ ગુપ્તા અને આલોકે ફોટો પાડ્યા હતા, જેને પછીથી વાઈરલ કરવામાં આવ્યા.

આ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ
મંદિરમાં નમાઝ થવાથી સાધુ-સંતોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. સોમવારે મંદિરના સેવાકર્મી કાન્હા ગોસ્વામીએ બરસાના પોલીસ સ્ટેશનમાં ઘાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે. પોલીસે ફૈઝલ ખાન, ચાંદ મોહમ્મદ સહિત 4 લોકો પર કલમ 153A, 295 અને 505 હેઠળ ફરિયાદ નોંધી છે. મંદિરના સેવાકર્મીઓએ મંદિરના શુદ્ધીકરણ માટે હવન-પૂજા કરીને મંદિરને ગંગાજળથી ધોયું છે. એસપી શ્રીશ ચન્દ્રએ જણાવ્યું હતું કે આ કેસમાં સેવાકર્મી કાન્હા ગોસ્વામીના નિવેદનના આધારે ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here