ગુજરાત યુનિવર્સિટીમાં BSCની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં 1775 બેઠકો પર જ પ્રવેશ અપાયો, 9385 બેઠકો ખાલી

0
77
  • યુનિવર્સિટીની યુજી સાયન્સની 35થી વધુ કોલેજોની 15 હજાર જેટલી બેઠકો છે

ગુજરાત યુનિવર્સિટીની BSCની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં સોમવારે પ્રવેશ સમિતિ દ્વારા ત્રીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 1775 બેઠકો પર જ પ્રવેશ અપાયો છે અને 9385 બેઠકો ખાલી પડતાં હજુ ચોથો રાઉન્ડ કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

12 સાયન્સનું પરિણામ ઘટતા રજિસ્ટ્રેશન પણ ઘટયુ
પ્રવેશ સમિતિ દ્વારા સોમવારે ત્રીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાયુ હતુ. જેમાં ગુજરાત યુનિવર્સિટીની યુજી સાયન્સની 35થી વધુ કોલેજોની 15 હજાર જેટલી બેઠકો છે. જેમાં આ વર્ષે 11 હજારથી ઓછા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ, મહત્વનું છે કે 12 સાયન્સનું પરિણામ ઘટતા રજિસ્ટ્રેશન પણ ઘટયુ હતુ. આ પ્રક્રિયામાં ત્રણ વાર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ વિદ્યાર્થીઓ ખાસ વધ્યા નથી.

પ્રવેશ માટે ચોથો રાઉન્ડ કરવો પડે તેવી સ્થિતિ
ગુજરાત બોર્ડના 1637 અને અન્ય બોર્ડના 138 સહિત 1775 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ 5મી સુધીમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો છે. જ્યારે ત્રીજા રાઉન્ડના એલોટમેન્ટ બાદ પણ 9385 બેઠકો ખાલી રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ 5590 બેઠકો પર પ્રવેશ થયો છે. મહત્વનું છે કે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ બાકી હોવાથી બી.એસ.સીમાં આ વર્ષે પ્રવેશના ઠેકાણા નથી ત્યારે હજુ ચોથો રાઉન્ડ કરવો પડે તેવી સ્થિતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here