સોની બજારમાં તેજીના ટકોરા: રાજકોટના જવેલર્સને 40થી 45 ટકા જ્વેલરી બનાવવાના ઓનલાઈન ઓર્ડર

0
79

લાંબા સમય પછી દેશભરમાં ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ ઊભી થઈ છે. દિવાળી, કડવાચોથ અને લગ્નગાળાની સિઝન ના પગલે આ વખતે દેશભરમાં પાંચ સો કરોડથી પણ વધુની જ્વેલરીનું વેચાણ થશે તેવી ધારણા વચ્ચે રાજકોટના સોની વેપારીઓને 40થી 45 ટકા દાગીના બનાવવા ઓનલાઈન ઓર્ડર મળ્યા છે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ ગોલ્ડ જ્વેલરી ની માંગ નીકળતા સોની બજાર ને આ સમય ફળશે.

તાજેતરમાં જ દેશની સર્વોચ્ચ કાઉન્સિલ દ્વારા વર્ચ્યુલ એક્ઝિબિશન યોજાયા હતા જેમાં ઘર આંગણે ઊપરાંત વિદેશથી પણ મેન્યુફેક્ચર્સ ને ઘરે બેઠા જ્વેલરી માટે ના ઓર્ડર મળ્યા છે. દર વર્ષે ગોલ્ડ કાઉન્સિલ અને જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોમાં આઠ જેટલા એક્ઝિબિશન યોજાય છે પરંતુ આ વખતે કોરોના ના લીધે અત્યાર સુધી એક્ઝિબિશન આયોજન થયું ન હતું આ એક્ઝિબિશન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જ્વેલર્સને એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગોલ્ડ અને ડાયમંડ ની વિશાળ રેન્જ આ એક્ઝિબિશનમાં વેપારીઓને મળી રહે છે અને ડાયરેક્ટ બીટુબી ચેનલ ગોઠવાઈ જાય છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલ દેશના વાણિજ્ય મંત્રાલય નું એક અભિનન્ન અંગ છે. જેના દ્વારા વર્ષમાં એક વખત વિશ્વનું સૌથી મોટું એક્ઝિબિશન મુંબઈ ખાતે યોજવામાં આવે છે જેમાં દેશ અને વિદેશમાંથી જ્વેલર્સ, હોલસેલ અને રીટેલ વેપારીઓ તેમજ મેન્યુફેક્ચર્સ ભાગ લે છે.


પરંતુ આ વખતે કોરોનાના લીધે એક્ઝિબિશન યોજાયું ન હતા. આ મહામારી ના લીધે સોના નો વેપાર પણ સાવ ઠપ થઇ ગયો હતો ત્યારે આવી રહેલા તહેવારો અને લગ્નસરાની સિઝનને પગલે ગોલ્ડ જ્વેલરી કાઉન્સિલ અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા એક મહિનામાં જ બે વખત વર્ચ્યુઅલ એક્ઝિબિશન યોજાયું જેમાં નાના ગામ થી લઈ મેટ્રો સિટી ના સોની વેપારીઓ અને ભાગ લેવા માટેની તક મળી એકંદરે બ્રેક લાગેલા આ બિઝનેસ ને આગળ વધારવાની તક મળી હતી.


આ વર્ચ્યુઅલ એજ્યુકેશન નો સૌથી મોટો ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સોની વેપારીઓને થયો છે. જાણવા મળતી વિગત મુજબ રાજકોટના પચાસેક જેટલા મોટા વેપારીઓ અને મેન્યુફેક્ચર પાસે આ ઓર્ડર બુક કરવામાં આવ્યા છે . આ ઓનલાઈન ઓર્ડર ના પગલે સ્થાનિક કક્ષાએ પણ
કામ નીકળશે. જ્વેલર્સના જણાવ્યા મુજબ દિવાળી ની તુલના માં લગ્ન પ્રસંગ ની સિઝન માટે સૌથી વધુ ઓર્ડર રાજકોટના જ્વેલર્સને મળ્યા છે એક અંદાજ મુજબ 40 થી 45 ટકા ઓર્ડર જ્વેલરીના ઓનલાઇન બુક થયા છે. જેમાં વેડિંગ કલેક્શન પર સૌથી વધુ માંગ ઊભી થઈ છે.

  • મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતથી વધુ ઓર્ડર મળ્યા

રાજકોટના સોની વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ ને આ એક્ઝિબિશન થકી મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતથી વધુ ઓર્ડર મળ્યા છે. આમ પણ રાજકોટ સોના માટે હબ કહેવાય છે રાજકોટમાં બનેલી જ્વેલરી ની માંગ દેશ-વિદેશમાં રહેલી છે. નવ મહિનાથી સોની બજાર માં ખરીદી ન બરાબર હતી જેની સામે આ એક્ઝિબિશન થી હવે નવી તેજીનો કરંટ આવ્યો છે. આ અંગે આ એક્ઝિબિશનમાં જોડાયેલા અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન ગુજરાતના કમીટી મેમ્બર પ્રવીણભાઈ વૈદ્ય જણાવે છે કે, દિવાળીના તહેવાર માટે ખરીદી ધીમે ધીમે શરૂ થઇ છે આ દરમિયાન એક્ઝિબિશનએ સોની બજારમાં ઓક્સિજન આપવાનું કામ કર્યું છે. 90% ગોલ્ડ જ્વેલરી અને 10% ટકા ડાયમંડ જ્વેલરી ના ઓર્ડર મળ્યા છે.

  • દિવાળી પર્વની તુલનામાં સોની બજારને લગ્નગાળો વધુ ફળશે

દિવાળીના તહેવાર પછી તરત જ લગ્ન પ્રસંગ ની મોસમ પુર બહારમાં ખીલસે. લાભપાંચમ અને દેવ દિવાળી પછી ધૂમ લગ્ન છે. આ ઉપરાંત લોકડાઉનના ના પગલે જે જે પરિવારમાં લગ્ન સમારંભ મોકૂફ રહ્યો હતો તેમના લગ્ન પણ નવેમ્બર અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ માં યોજાનાર છે જેને પગલે આ પ્રસંગને અનુરૂપ ખરીદી શરૂ થઇ છે. દશેરા કે દિવાળીના પર્વ દરમ્યાન ગિફ્ટ માટે અને લાઇટવેટ જ્વેલરીની ખરીદી થતી હોય છે જેની સામે લગ્ન પ્રસંગ માટે હેવી જ્વેલરી ની માંગ રહે છે જેમ કે બંગડી, મંગળસૂત્ર,સોનાના સેટ, બ્રેસલેટ વગેરેની વધુ ડિમાન્ડ હોય છે. તહેવાર પછી તુરંત જ લગ્ન હોવાથી અત્યારે જ ખરીદી ગતિ પકડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here