એલેક્સ અને જુલી સાયકલીએ ઓસ્ટ્રેલિયા સ્ટ્રીટ પર 770 ચોરસ મીટરની મિલકત 30 વર્ષ કરતાં વધુ પહેલાં ખરીદી હતી અને તેમની ઓવર-ધ-ટોપ સિક્યુરિટીનું કારણ કંઈ જ ખોટું નથી. શ્રીમતી સાયકલીએ સિડની (Sydney)ના ડેઈલી મેઈલ ઓસ્ટ્રેલિયાને જણાવ્યું હતું કે ‘આ પડોશના લોકો ચોર છે તેથી અમે તેમના પર વિશ્વાસ કરતા નથી’
આ મકાન પાસેથી પસાર થતા સ્થાનિકો માથું ખંજવાળતા હોય છે કે કોઈને આટલી બધી સુરક્ષાની જરૂર કેમ છે. તેમણે આટલી મોટી સુરક્ષા રાખી છે.
સિડનીમાં આવેલું આ ઘર ઓસ્ટ્રેલિયામાં સૌથી સુરક્ષિત ઘર કહી શકાય. કારણ કે, આટલી સુરક્ષાતો કોઈ રાજનેતા પર રાખતા નથી.
મકાન માલિકા કહ્યું કે, આ અમારું ઘર છે અને અમે તેને ખસેડવા માંગતા નથી, તેથી અમે કેમેરા પાછળ ઘણા પૈસા ખર્ચ્યા છે. એલેક્સ અને જુલી સાયકલી કહે છે કે તેઓએ લાખોની કિંમતની સુરક્ષા ખરીદી છે આ પાછળ માત્ર એક કરાણ છે, તેઓ તેમના પડોશના લોકો પર વિશ્વાસ કરતા નથી.
કેમેરાને ઇન્સ્ટોલ કરવામાં એક મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો. જાણે આખું ધર રોશનીથી નહિ પરંતુ સીસીટીવી કેમેરાથી શરગાર કર્યો છે. આ માટે કપલે સમગ્ર વાત Daily Mailને કરી હતી.
મકાનમાં રાખેલા કેમેરા દરેક સંભવિત ખૂણાને આવરી લે છે અને બાજુના દરવાજાના ડ્રાઇવ વેને પણ જોઈ શકે છે.કેમેરા, લાઇટ્સ અને સ્ટીલ ગેટ ઉપરાંત ગેરેજ પર ઇલેક્ટ્રિક રોલર શટર અને અને બાર છે,તેમાં 24 સુરક્ષા કેમેરા, 18 સર્ચ લાઇટ અને બે રિઇનફોર્સ્ડ સ્ટીલ ગેટ છે.