મ્યુચ્યુઅલ ફંડમાં ઓછા રિસ્કે વધુ રિટર્ન મેળવવા માગતા હો તો બ્લુચિપ ફંડમાં રોકાણ કરો, 2020 ટોપ ફંડ્સ વિશે જાણો

0
86
  • બ્લુચિપ ફંડમાં રોકાણ કરવાથી જોખમ ઓછું રહે છે
  • આ લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડ જ છે, જોકે કેટલાંક લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડે પોતાના નામ સાથે બ્લુચિપ પણ જોડી લીધું છે

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો અને એવા ફંડમાં રોકાણ કરવા માગતા હો કે જ્યાં તમને સારું રિટર્ન મળે અને જોખમ પણ ઓછું હોય તો તમે બ્લુચિપ ફંડમાં રોકાણ કરી શકો છો. નિષ્ણાતોના મતે, અત્યારે બ્લુચિપ ફંડમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બ્લુચિપ ફંડ લાર્જકેપ ફંડ હોય છે. સેબીના જણાવ્યા મુજબ, બ્લુચિપ ફંડની કોઈ અલગ કેટેગરી નથી હોતી.

બ્લુચિપ ફંડ શું છે?
આ લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડ છે. જોકે કેટલાંક લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડે પોતાના નામ સાથે બ્લુચિપ પણ જોડી દીધું છે, જેમ કે એક્સિસ બ્લુચિપ ફંડ, ICICI પ્રુ બ્લુચિપ ફંડ, SBI બ્લુચિપ ફંડ, કોટક બ્લુચિપ ફંડ અથવા ફ્રેન્કલિન બ્લુચિપ ફંડ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય લાર્જ અને મિડકેપ સેગમેન્ટમાંથી મીરા એસેટ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ, પ્રિન્સિપાલ ઇમર્જિંગ બ્લુચિપ ફંડ છે.

આ ફંડ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો
બ્લુચિપ કંપનીઓ એવી કંપનીઓ કહેવાય છે, જે કદમાં મોટી હોય અને જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોય. એવું માનવામાં આવે છે કે તેમના શેર્સમાં ઉતાર-ચઢાવ બહુ ઓછો આવે છે, તેથી જો તમે તેમાં રોકાણ કરો તો જોખમ ઓછું છે. લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે ટોપની 100 કંપનીમાં રોકાણકારો પાસેથી ભેગી કરેલી રકમના ઓછામાં ઓછા 80% રકમનું રોકાણ કરવું જરૂરી છે.

એમાં કોણે રોકાણ કરવું જોઈએ?
જે લોકો વધુ જોખમ ન લઈ શકતા હોય એવા રોકાણકારોને બ્લુચિપ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્કીમમાં ઓછામાં ઓછા 5થી 7 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ.

રોકાણ કરવા માટે 10 બેસ્ટ બ્લુચિપ ફંડ

ફંડનું નામ6 મહિનાનું રિટર્ન (%)1 વર્ષનું રિટર્ન (%)3 વર્ષનું રિટર્ન (%)5 વર્ષનું રિટર્ન (%)2019નું રિટર્ન (%)
Axis બ્લુચિપ ફંડ13.41.59.210.918.6
કેનેરા રોબેકો બ્લુચિપ ઇક્વિટી ફંડ16.06.08.110.415.7
Edelweiss લાર્જકેપ ફંડ18.20.64.98.311.5
BNP પરિબાસ લાર્જકેપ ફંડ13.6-0.34.87.617.2
કોટક બ્લુચિપ ફંડ19.91.24.37.614.2
ઇન્કવેસ્કો ઇન્ડિયન લાર્જકેપ ફંડ15.51.43.87.410.5
JM લાર્જકેપ ફંડ11.95.83.55.94.9
IDFC લાર્જકેપ ફંડ19.63.33.38.510.6
LIC MF લાર્જકેપ ફંડ12.8-3.23.36.515.0
L&T ઇન્ડિયન લાર્જકેપ ફંડ15.4-3.02.86.613.2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here