News Updates
BUSINESS

Apple પછી Google પણ ભારતમાં બનાવશે ફોન, સુંદર પિચાઈએ કરી જાહેરાત

Spread the love

એપલ બાદ હવે ગુગલ પણ આ રસ્તે આગળ વધી રહ્યું છે.ગૂગલે પણ ભારતમાં પોતાનો ફોન બનાવવાની જાહેરાત કરી છે. જેના વિશે ખુદ ગૂગલના સીઈઓ સુદર પિચાઈએ માહિતી આપી છે. સુંદર પિચાઈએ પણ જણાવ્યું કે ગૂગલનું પહેલું મેક ઈન ઇન્ડિયા ક્યારે લોન્ચ થશે. એપલ બાદ ગૂગલના આ પ્લાનિંગથી ભારત દુનિયાના તમામ દેશોને પાછળ છોડી દેવાની તૈયારી કરી રહ્યું છે.

ભારતે આર્થિક ક્ષેત્રે જે પ્રગતિ કરી છે એ જગ જાહેર છે અને આના કારણે વિદેશી કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરી નિકાસ કરવા તરફ પ્રેરાય છે, એપલ બાદ હવે ગૂગલ પણ આ રસ્તે આગળ વધી રહ્યું છે. ગૂગલે પણ ભારતમાં પોતાનો PHONE બનાવવાની જાહેરાત કરી છે. જેના વિશે ખુદ ગૂગલના સીઈઓ સુદર પિચાઈએ માહિતી આપી છે. સુંદર પિચાઈએ પણ જણાવ્યું કે ગૂગલનું પહેલું મેક ઈન ઈન્ડિયા ક્યારે લોન્ચ થશે. એપલ બાદ ગૂગલના આ પ્લાનિંગથી ભારત દુનિયાના તમામ દેશોને પાછળ છોડી દેવાની તૈયારી કરી રહ્યું છે.

ભારતમાં ઉત્પાદન એકમો ખોલવામાં આવશે તો રોજગારીની તકો ઉભી થશે અને ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ચાલો સૌપ્રથમ સુંદર પિચાઈની પોસ્ટ જોઈએ, જેમાં તેમણે મેક ઈન ઈન્ડિયા ગૂગલ ફોન વિશે માહિતી આપી છે.

સુંદર પિચાઈની યોજના

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું કે અમે ભારતમાં Pixel સ્માર્ટફોનનું સ્થાનિક સ્તરનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યુ કે પહેલું ઉપકરણ વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતની ડિજિટલ વૃદ્ધિ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. અમે વૃદ્ધિમાં ભાગીદાર બનવા પણ ઈચ્છીએ છીએ. આ માટે તેમણે ભારતના વડાપ્રધાન અને અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો હતો.

શું હશે PHONEની કિંમત?

સૌથી મોટો સવાલ એ છે કે Google Pixelની કિંમત શું હશે? ગૂગલ અને સીઈઓ સુંદર પિચાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી નથી. Apple ભારતમાં પણ ફોન એસેમ્બલ કરી રહી છે. પરંતુ ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. તેનું મહત્વનું કારણ એ છે કે એપલ હજુ પણ ફોનના પાર્ટ્સ આયાત કરે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું Google Pixel માત્ર અહીં જ એસેમ્બલ થશે કે પછી તેને સંપૂર્ણ રીતે અહીં બનાવવામાં આવશે. ભારતમાં Google Pixelની કિંમતો આ જ આધારે નક્કી કરવામાં આવશે.

ગૂગલ એપલ સાથે સ્પર્ધા કરશે

એપલ અને ગૂગલ વચ્ચે વર્ષ 2024માં મોટી સ્પર્ધા શરૂ થશે.બંનેની લોન્ચ ઇવેન્ટ પણ નજીકમાં જ થાય છે. આવી સ્થિતિમાં ભારતમાં ગૂગલ અને એપલ વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે. બંને ભારતમાં બજાર હિસ્સો મેળવવા માટે સ્પર્ધામાં હશે. જે રીતે Apple ભારતમાં એન્ટ્રી કરી છે તે જ રીતે ગૂગલ પણ તેની એન્ટ્રી કરવા જઈ રહ્યું છે.

એપલ પછી ગૂગલ અને હવે બીજી કંપનીઓની પણ લાગી છે લાઇન

ભારતમાં આવીને એપલે સાબિત કર્યું છે કે આ દેશમાં વિશ્વની ફેક્ટરી બનવાની ક્ષમતા છે. ભારત સરકાર પણ આનો ફાયદો ઉઠાવી રહી છે. ભારતમાં એપલનો ગ્રોથ બતાવીને દુનિયાની તમામ મોટી કંપનીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગૂગલે એક નવું નામ ઉમેર્યું છે, જે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળશે. જે બાદ ટેસ્લા પણ લાઈનમાં છે અને તેની સાથે ડીલ ફાઈનલ થઈ ગઈ છે.


Spread the love

Related posts

Car Collection: ઈશા અંબાણીનું કાર કલેક્શન

Team News Updates

Mukesh Ambaniની રિલાયન્સે બનાવ્યો રેકોર્ડ, એક વર્ષમાં લાખો લોકોને આપી નોકરી

Team News Updates

 ₹ 52,699 સુધીની એસેસરીઝ ફ્રી મળશે,સ્માર્ટ હાઇબ્રિડ SUV 27.97kmpl ની માઇલેજ,મારુતિ ગ્રાન્ડ વિટારાની ડોમિનિયન એડિશન લોન્ચ

Team News Updates