પંચમહાલ, દાહોદ જીલ્લાના વતની અને બીએસએફમા ફરજ બજાવતા સૈનિકનુ બિહાર ખાતે માર્ગ અકસ્માતમા મોત થયુ છે.જેમા તેમના પાર્થિવદેહને માદરેવતન લાવીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિદાય આપવામા આવી હતી.
દાહોદ જીલ્લો આદિવાસી બહૂમૂલ્ય વસ્તી ધરાવતો છે.અહીના યુવાનો પણ દેશમા સૈનિક તરીકે સેવા આપીને જીલ્લાનુ ગૌરવ વધારી રહ્યા છે.દાહોદ જીલ્લાએ પોતાનો આવો એક પનોતો પુત્ર ખોયો છે.દાહોદ જીલ્લાના ઝાલોદ તાલૂકાના નાની સીમલખેડી ગામના વતની રમેશભાઈ સોમાભાઈ કિશોરી બીએસએફમા ફરજ બજાવતા હતાઅને હાલમા બિહારની વિધાનસભાની ચુંટણીઓ ચાલી રહી છે.આ ચુંટણીના બંદોબસ્તમાં ફરજ બજાવતા રમેશભાઈનુ એક માર્ગ અકસ્માત થયો હતો.જેમા તેમનૂ મોત થતા તેમના પાર્થિવદેહને માદરેવતન લાવીને ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.તેમની અંતિમયાત્રામા લોકો ઉમટ્યા હતા.પોતાનો વ્હાલોસોયો વીર ગુમાવતા પરિવારજનોમાં ગમની લાગણી છવાઇ ગઇ હતી.
અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ