News Updates
AHMEDABAD

મોરબી ઝુલતો બ્રિજ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ ગાંધી આશ્રમમાં યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Spread the love

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો છે, પરંતુ હજી સુધી મૃતકોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં હજી 135 મૃતકોના પરિવારજનો ન્યાય ઝંખી રહ્યાં છે.135થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માગ કરી રહ્યાં છે. સરકાર ત્વરિત દોષિતો સામે પગલાં લે તેવી અપેક્ષા પરિવારજનો રાખી રહ્યાં છે.

મોરબી કેબલ બ્રિજ ધરાશાયી થવાની ગોઝારી દૂર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આજે પણ મોરબીના લોકો માટે આ દુર્ઘટના હજુ તાજી જ છે. ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવાને લઇને ઘટનાના મૃતકોના પરિવારજનો આજે અમદાવાદના ગાંધી આક્ષમ ખાતે એકઠા થયા હતા અને શ્રદ્ધાંજલિ સભા યોજી હતી.

લોકો પોતાના મૃતક સ્વજનના ફોટો સાથે ગાંધી આશ્રમમાં એકઠા થયા હતા.વિવિધ પોસ્ટર અને બેનર હાથમાં પકડની તેમણે ન્યાયની માગ કરી હતી. સરકાર ત્વરિત દોષિતો સામે પગલાં લે તેવી અપેક્ષા પરિવારજનો રાખી રહ્યાં છે.

દૂર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યપ્રધાન નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધી આશ્રમમાં આજે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના 200 જેટલા પરિવારજનો જોડાયા છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં SITનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.


Spread the love

Related posts

વિશ્વની સૌથી મોટી ધજા,1,352 ધજા ચડાવી ,ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ચડાવાઈ  ભક્તોએ ધન્યતા અનુભવી 

Team News Updates

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની બોગસ ટિકિટ ઝડપાઈ, ટિકિટનું વેચાણ થાય તે પહેલા જ ક્રાઈમબ્રાન્ચે કર્યો પર્દાફાશ, જુઓ

Team News Updates

ગુજરાતમાં એન્જિ.ના પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂર્ણ:વિદ્યાર્થીઓની બ્રાન્ચ પસંદગીને જોતા ભવિષ્યમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સને શોધવા જવા પડશે, કોમ્પ્યૂટર અને ITની ભરમાર

Team News Updates