ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલિસલો સપ્તાહના પહેલા દિવસે શરૂઆતમાં યથાવત રહ્યા બાદ રિકવરી દેખાતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે. નબળા વૈશ્વિક સંકેત ભારતીય શેરબજારને સતત નીચે ખેંચી રહ્યા છે. આજે સોમવારે તારીખ 30 ઓક્ટોબર 2023 ના રોજ સોમવારે ભારતીય શેરબજારની શરૂઆતના સમયગાળાનો વેપાર લાલ નિશાન નીચે હતો
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલિસલો સપ્તાહના પહેલા દિવસે શરૂઆતમાં યથાવત રહ્યા બાદ રિકવરી દેખાતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે. નબળા વૈશ્વિક સંકેત ભારતીય શેરબજારને સતત નીચે ખેંચી રહ્યા છે. આજે સોમવારે તારીખ 30 ઓક્ટોબર 2023 ના રોજ સોમવારે ભારતીય શેરબજારની શરૂઆતના સમયગાળાનો વેપાર લાલ નિશાન નીચે હતો જે બાદ 11 વાગ્યાના અરસામાં ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ રિકવરી દર્શાવી રહ્યા છે.
Stock Market (11.13 AM – 30 October 2023)
- SENSEX : 63,933.75 +150.95 (0.24%)
- NIFTY : 19,086.00 +38.75 (0.20%)
એકતરફ જુના રોકાણકારો દિવાળી નજીક છે ત્યારે રોકાણના મૂલ્યમાં ઘટાડાથી ચિંતિત છે તો નસીબ અજમાવવા ઇચ્છતા રોકાણકારો માટે આ સ્થિતિ સોનેરી અવસર પણ કહેવામાં આવી રહી છે. જોકે શેરબજારમાં રોકાણએ જોખમને આધીન હોવાનું ધ્યાનમાં રાખી આર્થિક સલાહકારની મદદ સાથે જ રોકાણ કરવું જોઈએ.
સેન્સેક્સમાં એક મહિનામાં 1800 પોઈન્ટનો ઘટાડો
આજે ૩૦ ઓક્ટોબર 2023 ના રોજ સવારે ૯.૩૦ વાગે સેન્સેક્સ 63,696.69 પર જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સતત નુકસાનનો સામનો કરી રહેલા બજારે દિવાળી માટે ચિંતા ઉભી કરી છે. આ ઇન્ડેક્સ એ મહિનામાં 1,815.41 પોઇન્ટ અથવા -2.77% તૂટ્યો છે તો એક સપ્તાહમાં 1,728.18 મુજબ -2.64%નો ઘટાડો દર્શાવી રહ્યો છે.
એક મહિનામાં આ સ્ટોક્સ 25% કરતા વધુ તૂટ્યા
Company | Prev Close (Rs) | Current Price (Rs) | % Change |
Themis Medicare Ltd. | 1,809.85 | 155.2 | -91.42 |
BCL Industries | 534.7 | 49.5 | -90.74 |
Sigachi Industries | 400.05 | 38.25 | -90.44 |
Shashijit Infraproje | 38.7 | 6.85 | -82.3 |
Kama Holdings Ltd. | 15,207.00 | 2,923.85 | -80.77 |
Talbros Auto. | 1,045.25 | 234.05 | -77.61 |
Jay Bharat Marut | 275 | 108.05 | -60.71 |
Gensol Engineering | 2,017.10 | 869.55 | -56.89 |
Beekay Niryat | 68.25 | 30.72 | -54.99 |
Advance Lifestyles | 114.46 | 61.75 | -46.05 |
Shukra Pharma | 155.5 | 85.1 | -45.27 |
IFL Enterprises | 14.67 | 8.03 | -45.26 |
SBL Infratech | 70 | 39.6 | -43.43 |
Surya Roshni Ltd | 981.95 | 559.35 | -43.04 |
IndiaNivesh | 30.76 | 17.9 | -41.81 |
GVK Power & Infrastr | 12.53 | 7.58 | -39.51 |
MT Educare Ltd. | 5.25 | 3.2 | -39.05 |
Yarn Syndicate | 37.77 | 23.5 | -37.78 |
IEL Ltd | 15.8 | 10.37 | -34.37 |
Guj. Petrosynthe | 80.11 | 52.98 | -33.87 |
Mefcom Capital M | 21.51 | 14.74 | -31.47 |
Winsome Yarns | 7.82 | 5.4 | -30.95 |
Asian Warehousing | 48.03 | 33.47 | -30.31 |
Baid Finserv | 31.55 | 22 | -30.27 |
Kridhan Infra | 3.09 | 2.22 | -28.16 |
Jyoti | 63.41 | 46.31 | -26.97 |
Ashiana Agro Ind | 12.69 | 9.34 | -26.4 |
Samtex Fashions | 2.63 | 1.95 | -25.86 |
Ankit Metal & Power | 5.52 | 4.1 | -25.72 |
Shelter Infra | 12.78 | 9.5 | -25.67 |
S & T Corporation Lt | 38 | 28.5 | -25 |
આજે સેલોનો આઈપીઓ ખુલ્યો
સેલો વર્લ્ડ લિમિટેડનો આઇપીઓ આજે 30 ઓક્ટોબર 2023 ના રોજ ખુલ્યો છે. કંપનીના આ આપીઓનું કદ 1900 કરોડ રૂપિયા છે. સેલો વર્લ્ડ લિમિટેડ યોજના દ્વારા 2.93 કરોડ શેર ઇશ્યૂ કરશે. રોકાણકારોને 1 નવેમ્બર, 2023 સુધી આ આઈપીઓમાં સબ્સ્ક્રાઇબ કરવાની તક મળશે. તમને જણાવી દઈએ કે, ગ્રે માર્કેટમાં કંપનીનો દબદબો છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.