હિંડનબર્ગ રિસર્ચના આરોપોની તપાસના કેસમાં ગૌતમ અદાણીની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. માત્ર એક સપ્તાહમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.6 બિલિયન ડોલરનો વધારો થયો છે.
શેરબજારમાં આવેલી તેજી ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિ વધારવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ રહી છે. ગયા મંગળવારે શેરબજારમાં અદભૂત ઉછાળા વચ્ચે ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઉછાળો નોંધાયો હતો.
હિંડનબર્ગ રિસર્ચના આરોપોની તપાસના કેસમાં ગૌતમ અદાણીની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં તેજી પરત ફરી છે. ગૌતમ અદાણીની તમામ કંપનીઓના શેરમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. માત્ર એક સપ્તાહમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.6 બિલિયન ડોલરનો વધારો થયો છે.
અદાણીઓ ગ્રુપના તમામ શેર તેજી સાથે બંધ થયા હતા
ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના સારા પ્રદર્શનને કારણે ગયા સપ્તાહે ગૌતમ અદાણીની સંપત્તિમાં રૂપિયા 46663 કરોડનો જોરદાર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટના ભૂકંપ સર્જ્યા બાદ ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને તેમની નેટવર્થમાં ભારે ઘટાડો થયો હતો.
ગત સપ્તાહે ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સારીખરીદી જોવા મળી હતી જેના કારણે ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોની વાત કરવામાં આવે તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં લગભગ 12 ટકાનો બમ્પર ઉછાળો નોંધાયો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 8 ટકા સુધી વધ્યા છે.
એ જ રીતે, છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં ACC લિમિટેડના શેરમાં 9 ટકાનો વધારો થયો છે, જ્યારે અંબુજા સિમેન્ટના શેરમાં છેલ્લા 5 દિવસમાં 11 ટકાનો વધારો થયો છે.
છેલ્લા 5 દિવસમાં અદાણી પોર્ટ્સ અને SEZના શેરમાં 7 ટકાનો વધારો થયો છે, જ્યારે અદાણી પાવરના શેરમાં છેલ્લા 5 દિવસમાં 10 ટકાનો વધારો થયો છે. એ જ રીતે અદાણી ટોટલ ગેસના શેરમાં છેલ્લા 5 દિવસમાં 20 ટકાનો બમ્પર વધારો નોંધાયો છે.
છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં NDTVના શેરમાં 6 ટકાનો વધારો થયો છે, જ્યારે અદાણી વિલ્મરના શેરમાં પાંચ ટકાનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચે ગ્રુપ પર એવો આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં વધઘટ કરવા માટે અનૈતિક પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી અને તેમની કંપનીઓની બેલેન્સ શીટમાં પણ ગેરરીતિઓના આક્ષેપ કર્યા છે.