જગુઆર લેન્ડ રોવર (JLR) એ રેન્જ રોવર SV રણથંભોર એડિશનને ભારતમાં રૂ. 4.98 કરોડ (એક્સ-શોરૂમ, ભારત)માં લોન્ચ કરી છે. તે ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ લોંગ-વ્હીલબેઝ રેન્જ રોવર પર આધારિત છે. તે બ્રાન્ડના બિસ્પોક એસવી ડિવિઝન દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. રણથંભોર આવૃત્તિ એ ફક્ત ભારત માટે જ બનાવવામાં આવેલી પ્રથમ મર્યાદિત આવૃત્તિ છે.
રણથંભોર એડિશનના માત્ર 12 યુનિટ હશે. દરેક યુનિટમાં બિસ્પોક ડોર સિલ પ્લેટ્સ હશે જે દર્શાવે છે કે યુનિટ કયું મોડેલ છે (ઉદાહરણ તરીકે 12માંથી 1). SV ડિવિઝનના એક્સટીરિયરને લાલ રંગની ફિનિશ સાથે કસ્ટમ બ્લેક ફિનિશ મળે છે.
સાથે જ તેને કોરિંથિયન બ્રોન્ઝ અને એન્થ્રેસાઇટ એક્સેન્ટ સાથે કોન્ટ્રાસ્ટ કરવામાં આવી છે.તે ટાઇગર સ્ટ્રીપથી ઇન્સ્પાયર છે. તેની ગ્રિલ, ટેલ ગેટ અને 23-ઇંચના ડાર્ક એલોય વ્હીલ્સ પણ ટાઇગર સ્ટ્રીપથી પ્રેરિત છે.
રણથંભોર એડિશનના ઈન્ટિરિયર વિશે વાત કરીએ તો, ચાર સીટર કેબિનમાં કોન્ટ્રાસ્ટ સ્ટીચિંગ સાથે કેરેવે અને પેર્લિનો સેમી-એનિલિન લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સીટ એમ્બ્રોઇડરી કરેલી છે, જે વાઘની કરોડરજ્જુ અને પટ્ટાઓથી પ્રેરિત છે.
રણથંભોર એડિશનને સ્ટાન્ડર્ડ રેન્જ રોવર એસવીથી અલગ કરવા માટે કસ્ટમાઇઝ્ડ સ્કેટર કુશન, ક્રોમ હાઇલાઇટ્સ, લાઇટ વેન્જ વેનીર અને સફેદ સિરામિક ડાયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે SV પર આધારિત છે, તેથી તે પાછળની સીટ પરના મુસાફરો માટે સંપૂર્ણ રીતે રિક્લાયેબલ સીટ્સ, પાવર્ડ ટેબલ, ડિપ્લોયેબલ કપહોલ્ડર્સ અને SV ઈચ્ડ ગ્લાસવેર સાથે રેફ્રિજરેટેડ કમ્પાર્ટમેન્ટ મેળવે છે.
આ લિમિટેડ-રન મોડેલમાં 400hp, 550Nm, 3.0-લિટર છ-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન છે, જે ઓટોબાયોગ્રાફી વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 2.6 કરોડ (એક્સ-શોરૂમ, ભારત) છે. કંપનીનું કહેવું છે કે તે રણથંભોર એડિશનના વેચાણમાંથી થતી આવકનો એક ભાગ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાને દાન કરશે.