કાઈનેટિક ગ્રીન આજે એટલે કે 7મી ફેબ્રુઆરીએ ઈ-લુના લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ ઇલેક્ટ્રિક મોપેડને ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા પણ વેચશે. કંપનીએ તેનું બુકિંગ 26 જાન્યુઆરી, 2024થી શરૂ કર્યું હતું. તેને 500 રૂપિયાની ટોકન રકમથી બુક કરી શકાય છે. તેની કિંમત 71,990 રૂપિયા રાખવામાં આવી છે.
50 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે તેને ઓશન બ્લુ કલરમાં ખરીદી શકશો. કંપનીએ તેમાં 2 kWh લિથિયમ આયન બેટરી પેક આપ્યું છે. તેમાં 2 વોટની મોટર છે. સિંગલ ચાર્જ પર તેની રેન્જ 110 કિમી સુધીની હશે. સાથે જ તેની ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક હશે.
4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે
કંપની આ વાહન સાથે પોર્ટેબલ ચાર્જર પણ આપશે. આ ઇલેક્ટ્રિક મોપેડને 4 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે.સેફટી માટે, તેમાં બંને છેડે કોમ્બી ડ્રમ બ્રેક્સ છે. આ ઇલેક્ટ્રિક મોપેડનું કુલ વજન 96 કિલો છે. ઇ-લુનાની લંબાઈ 1.985 મીટર, પહોળાઈ 0.735 મીટર, ઉંચાઈ 1.036 મીટર અને વ્હીલબેઝ 1335 મીમી છે. તેની સીટની ઊંચાઈ 760 mm છે. તે જ સમયે, તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm છે.