News Updates
ENTERTAINMENT

ક્યાં ગયો ODIનો શ્રેષ્ઠ ઓપનર, ટીમ ઈન્ડિયામાંથી કેવી રીતે ગાયબ થયો ‘ગબ્બર’?

Spread the love

ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન અને ગબ્બર નામથી પ્રખ્યાત સ્ટાર ઓપનર શિખર ધવન આજે તેનો 38મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. શિખર ધવન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે અને હવે તેની વાપસી પણ મુશ્કેલ દેખાઈ રહી છે, જાણો કેવી રીતે થઈ ટીમ ઈન્ડિયામાંથી શિખર ધવનની વિદાય.

ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ODI વર્લ્ડ કપ 2023નું અભિયાન પૂરું કર્યું છે. ભારતીય ટીમ 10 મેચ સુધી અજેય રહી હતી પરંતુ ફાઈનલમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ODIમાં ભારતીય ટીમે હાલમાં જ પોતાનો આખો ગેમ પ્લાન બદલી નાખ્યો હતો, આ બદલાયેલા પ્લાનમાં એક ખેલાડી એવો હતો જે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો અને તે હતો શિખર ધવન.

શિખર ધવનનો 38મો જન્મદિવસ

શિખર ધવન પાંચમી ડિસેમ્બરે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેથી ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. શિખર ધવનની ગણતરી વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે, પરંતુ છેલ એક વર્ષમાં તે ટીમ ઈન્ડિયાના ગેમ પ્લાનમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો. વર્લ્ડ કપ પહેલા તે કેટલીક સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી રહ્યો હતો, પરંતુ તેને વર્લ્ડ કપમાં જગ્યા મળી ન હતી.

શિખર ધવન ક્યાં ગાયબ છે?

38 વર્ષીય શિખર ધવને ડિસેમ્બર 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમી હતી. શિખર ધવન 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર હતો. પરંતુ 2019ના વર્લ્ડ કપ પછી જેવી જ ભારતીય ટીમે પોતાની યોજના બદલી અને યુવા ખેલાડીઓને એન્ટ્રી મળી શિખર ધવનને બાકાત કરવામાં આવ્યો.

ટીમ ઈન્ડિયા પાસે ઓપનર તરીકે અનેક વિકલ્પો તૈયાર

શિખર ધવને તે પછી ઘણી ઓછી મેચો રમી અને જે પણ મેચમાં તેને તક મળી તેમાં તે ટીમ ઈન્ડિયાની B ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો. 2023નો વર્લ્ડકપ ભારતમાં હતો તેથી એવું લાગતું હતું કે તેને તક મળી શકે છે પરંતુ તેમ થઈ શક્યું નહીં. ટીમ ઈન્ડિયા પાસે હવે ઓપનર તરીકે શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા વિકલ્પો છે, તેથી ધવનનું ટીમમાં કમબેક કરવું મુશ્કેલ બની ગયું છે.

કેવો રહ્યો શિખર ધવનનો રેકોર્ડ?

શિખર ધવનને ટીમ ઈન્ડિયામાં મોડી મોડી તક મળી, તેનું વનડે ડેબ્યૂ 2010માં થયું હતું. પરંતુ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું નસીબ બદલાઈ ગયું, જ્યારે એમએસ ધોનીએ શિખર ધવન અને રોહિત શર્માને ઓપનર તરીકે તૈયાર કર્યા. ત્યારથી તેણે સતત 6-7 વર્ષ સુધી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. શિખરના નામે 167 વનડેમાં 6793 રન છે, તેણે 45ની એવરેજથી રન બનાવ્યા છે, જેમાં 17 સદી પણ સામેલ છે.

ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ

ODI સિવાય શિખરના નામે 34 ટેસ્ટમાં 2315 રન અને 7 સદી છે, જ્યારે 68 T20 મેચોમાં શિખર ધવને 1800ની નજીક રન બનાવ્યા છે. શિખરે ટીમ ઈન્ડિયા માટે 2018માં છેલ્લી ટેસ્ટ, 2022માં છેલ્લી ODI અને 2021માં છેલ્લી T20 રમી હતી. હવે જ્યારે તે 38 વર્ષનો થઈ ગયો છે ત્યારે શિખર માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે.


Spread the love

Related posts

શું હવે વિરાટ-રોહિત યુગમાંથી આગળ વધવાનો સમય આવ્યો છે:બંનેની કેપ્ટનશિપમાં ICCની 6 ટૂર્નામેન્ટ રમ્યા, એક પણ ટ્રોફી જીતી શક્યા નથી

Team News Updates

રણબીર કપૂર ક્લીન શેવ લુકમાં એરપોર્ટ પર સ્પોટ થયો:રવિના ટંડન મુંબઈ મેટ્રોમાં પ્રમોશન માટે પહોંચી, અર્જુન કપૂર વિન્ટર લૂકમાં જોવા મળ્યો

Team News Updates

બોક્સ ઓફિસ પર આવી રહી છે 17 મોટી ફિલ્મો, આ 5 ફિલ્મો વચ્ચે જામશે જંગ

Team News Updates