દેશભરમાં હવે લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ સિઝનમાં તમે ઓછા રોકાણમાં એક બિઝનેસ શરૂ કરી શકો છો. લગ્નમાં ઘણા પ્રકારના નાના મોટા કામકાજ રહેતા હોય છે. ત્યારે અમે આ અહેવાલમાં જણાવેલ એક ઓછા રોકાણનો બિઝનેસ શરૂ કરીને મોટી કમાણી કરી શકો છો.
લગ્નની સિઝન હવે શરૂ થઈ ચૂકી છે. ત્યારે લોકો લગ્નમાં અલગ અલગ ડેકોરેશન કરવા રોજબરોજ કંઈક ઈન્ટરનેટ પર શોધતા હોય છે. ત્યારે આ લગ્નની સિઝનમાં તમારી કમાણી વધારવા માટે શ્રેષ્ઠ તક છે. લગ્નમાં ઘણા પ્રકારના કામ હોય છે, જેના દ્વારા તમે મોટી કમાણી કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે મોટુ રોકાણ કરવાની પણ જરૂર નથી.
આ બિઝનેસની રહે છે ડિમાન્ડ
ધૂમધામથી લગ્ન કરવા હોય કે એકદમ સિમ્પલ રીતે લગ્ન કરવા હોય ગણતરીની વસ્તુઓની માગ બંને પ્રકારના લગ્નમાં રહે છે. મોંઘવારી અને બજેટને ધ્યાનમાં રાખીને દરેક લોકો વેડિંગ પ્લાનર રાખી શકતા નથી. ત્યારે નાના-મોટા કામ માટે અલગ અલગ રસ્તા શોધતા હોય છે. તે જ રીતે એક કામ છે લાઈટિંગ અને ડેકોરેશનનું. લગ્ન હોય કે પાર્ટી કે પછી કોઈ તહેવાર ઘરની સજાવટ કરવા માટે લાઈટિંગ જરૂરી છે.
આ બિઝનેસની માગ હંમેશા રહે છે. દિવાળીથી શરૂ કરીને લાભપાંચમ સુધી લોકો ઘરે પણ અલગ અલગ પ્રકારે સજાવટ કરે છે. બીજો ફાયદો તમને એ પણ થાય છે કે તેમાં વારંવાર રોકાણ કરવાની જરૂર રહેતી નથી. તમે એક વખત રોકાણ કર્યા બાદ તેમાંથી વારંવાર કમાણી કરી શકો છો.
ક્રિએટિવિટી વાળો છે બિઝનેસ
લાઈટિંગ અને ડેકોરેશનનું કામ કંટાળાજનક નથી. તમે જેમ જેમ તેમાં અનુભવ મેળવશો તે કામ કરવાની મજા આવશે. આ બિઝનેસ ખુબ જ ક્રિએટિવિટી વાળો બિઝનેસ છે અને તમારા કામ દરેકની નજર પડે છે. જેથી ગ્રાહકો તમારો સામેથી કોન્ટેક્ટ કરે છે. આ બિઝનેસમાં તમને લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે. તમારૂ કામ અને સર્વિસ સારી હોય તો તમે એક દિવસ પણ ઘરે નહીં બેસી રહો.
આ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે માર્કેટ રિસર્ચ કરવુ જરૂરી છે. તમારે એ ધ્યાનમાં રાખવુ પડશે કે માર્કેટમાં શું નવું ચાલી રહ્યુ છે. કેવા પ્રકારના ડેકોરેશનની અને પ્રોડક્ટની માગ છે.
કેટલુ કરવુ પડશે રોકાણ?
આમ તો ડેકોરેશનનો બિઝનેસ માત્ર 10 હજાર રૂપિયાના રોકાણથી પણ શરૂ કરવામાં આવી શકે છે પણ માર્કેટ રિસર્ચ કરીને તમે યુનિક વસ્તુ પોતાની પાસે રાખી શકો છો અને 40થી 50 હજાર રૂપિયાના રોકાણથી બિઝનેસ શરૂ કરી શકો છો.
આ બિઝનેસમાં તમને 40થી 45 ટકાનો સીધો નફો મળે છે. ડેકોરેશનનું કામ 24 કલાક માટે હોય છે પણ તેમાં તમારી મહેનત માત્ર 2-3 કલાકની રહે છે. એક રાતના ડેકોરેશન માટે પણ તમે સરળતાથી 5થી 10 રૂપિયા લઈ શકો છો અને તમારૂ આવડત મુજબ રૂપિયા કમાઈ શકો છો.