News Updates
RAJKOT

રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Spread the love

રાજકોટ એસટી વિભાગ દ્વારા તહેવારોમાં મુસાફરોને હાલાકી પડે નહીં તેના માટે એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે. અગાઉ પણ સાતમ-આઠમનાં તહેવારોમાં વધારાની બસો મુકવામાં આવી હતી. ત્યારે હવે દિવાળીના તહેવારો પર રાજકોટ ST ડિવીઝને મુસાફરોને તહેવારની ભેટ આપી છે. જેમાં દિવાળી વેકેશન પર એકસ્ટ્રા 150 બસ શરૂ કરવામાં આવશે. જેમાં 5 નવેમ્બરથી અમદાવાદ, ભાવનગર, દ્વારકા અને સોમનાથ સહિતના નિર્ધારીત કરેલા રૂટ પર વધારાની બસો દોડશે.

5 નવેમ્બર સુધીમાં એકસ્ટ્રા બસો શરૂ કરાશે
આ અંગેની માહિતી આપતા રાજકોટ એસ. ટી. તંત્રના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં તહેવાર પર નક્કી કરાયેલા રૂટ પર વધુ 150 જેટલી બસ દોડાવવામાં આવશે. જેનો લાભ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના મુસાફરોને થશે. અંદાજીત 5 નવેમ્બર સુધીમાં એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે. રાજકોટ વિભાગ દ્વારા ખાસ કરીને દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને પંચમહાલ જેવા રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે.

જિલ્લાના 14 ડેપોને મુસાફરોને લાભ થશે
આ તમામ રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવતા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 14 ડેપો જેવા કે રાજકોટ, પડધરી, ગોંડલ, વિરપુર, મોરબી, જસદણ, આટકોટ, વાંકાનેર. ધ્રાંગધ્રા, હળવદ, લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર અને ચોટીલાના ડેપો પરથી મુસાફરી કરતા લોકોને લાભ મળશે. જોકે, વેકેશનમાં કેટલીક એકસ્ટ્રા બસમાં મુસાફરોએ રેગ્યુલર ભાડા કરતા થોડું વધારે ભાડું ચૂકવવું પડશે. પણ અન્ય ખાનગી વાહનો મનફાવે તેવા ભાડા વસુલાતા હોવાથી મુસાફરોને સરવાળે મોટી રાહત થશે.


Spread the love

Related posts

રાજકોટ માં વધુ એક અંધશ્રદ્ધા નો કિસ્સો આવ્યો સામે…

Team News Updates

 RAJKOT: વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન,દર્દીની કિડનીમાં રહેલ એડવાન્સ કેન્સરની ગાંઠનું 

Team News Updates

RAJKOT:ગુજરાતનો સૌપ્રથમ જમીન પરનો સિગ્નેચર બ્રિજ રાજકોટમાં બનશે,ટ્રાફિક સમસ્યાનો આવશે અંત શહેરીજનોની

Team News Updates