News Updates
RAJKOT

ગુજરાતીઓ માટે ખુશખબર:અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી સીધી STની વોલ્વો AC બસ મળશે, 5 ફેબ્રુઆરીથી રૂ.553માં મુસાફરી કરી શકાશે

Spread the love

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમા હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દેશ અને દુનિયાની અનેક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય દેશમાં અને ભારતના અન્ય રાજ્યોમાં જવા ઈચ્છતા મોટાભાગના લોકોને અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુસાફરી કરવાની હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે તેમની સવલતમાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ શરૂ કરવામાં આવશે. હાલ માત્ર પ્રાઇવેટ બસો મળે છે જેની ટિકિટ મોંઘી છે. એસજી હાઇવેથી ડબલ ડેકર બસ મુસાફર લઈ લે તો ગાંધીનગર પણ એસી બસમાં પહોંચી છે.

સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે
5 ફેબ્રુઆરી, 2024થી રૂ.553ના ભાડામાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની AC વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે. આ બસ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવિટી મળી રહે. સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે. મહત્વનું છે કે ભારતમાં પ્રથમ વખત આ પ્રકારે એરપોર્ટ પર અન્ય જિલ્લામાં જવા માટે બસપોર્ટ આપવામાં આવશે.

એક વખતની મુસાફરીનું ભાડું રૂ. 553
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ખાસ પ્રકારના પોટા કેબિન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. એસી વોલ્વો બસ સીટર બસ રહેશે. જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારે 6 વાગ્યે રાજકોટ જવા બસ રવાના થશે. સાંજે 5 વાગ્યે રાજકોટ બસ ટર્મિનલથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા માટે બસ રવાના થશે. હાલમાં એક વખતની મુસાફરીનું ભાડું રૂ. 553 રાખવામાં આવ્યું છે.

મુસાફરો ઘરેબેઠા જ ટિકિટ બુક કરાવી શકશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભવિષ્યમાં આ રૂટની વધુ બસ શરૂ કરવાનું આયોજન પણ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જતી એસી વોલ્વો બસના રૂટની વાત કરવામાં આવે તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વાયા-નરોડા, ગીતા મંદિર, નેહરૂનગર, લીમડી, ચોટીલા હાઈ-વેથી રાજકોટ પહોચશે. મુસાફરો ઘરે બેઠા આ બસ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વેબસાઇટ www.gsrtc.in પર તેમજ Google Play Storeમાં GSRTC Official download કરી એડવાન્સ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકશે.

મુસાફરોની સવલત માટે અનેક નવા રૂટ શરૂ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સવલત માટે અનેક નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં ફરવાલાયક અનેક સ્થળ આવેલા છે. તાજેતરમાં જ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું ટુરિઝમ પ્લેસ એટલે કે કચ્છનું ‘ધોરડો’નું ટેબ્લો 26 જાન્યુઆરી કર્તવ્ય પથ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક ફરવાલાયક સ્થળ છે. વિદેશથી આવતા મુસાફરો પણ સૌરાષ્ટ્રના મહેમાન થવા ઈચ્છુક હોય છે. ત્યારે વિદેશના અનેક એરપોર્ટથી સીધી કનેક્ટિવિટી ધરાવતું અમદાવાદ એરપોર્ટ મુસાફરો માટે પહેલી પસંદગી હોય છે. આથી તેમને પૂરતી સવલત મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટથી સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાનું એક એટલે કે, રાજકોટ સુધી સીધી બસ સુવિધા પૂરી પાડવામાં આવશે.


Spread the love

Related posts

3 વર્ષ પૂર્વે કરેલા કોર્ટ મેરેજનો કરૂણ અંજામ:રાજકોટની પરિણીતાએ શંકાશીલ પતિને વીડિયો કોલ કરી ઝેર પી આપઘાત કર્યો હતો, મરવા મજબૂર કરનાર સાસરિયા સામે ફરિયાદ

Team News Updates

રાજકોટ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત મેયર માટે ગેરકાયદે બાંધકામ મોટો પડકાર..

Team News Updates

રાજકોટ મનપા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન, રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા

Team News Updates