નરેશ-મહેશ વિશે ટીપ્પણીના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગે ‘નીતિન પટેલ હાય હાય’, ‘જાતિવાદી નાયબ મુખ્યમંત્રી રાજીનામું આપો’ના સુત્રોચ્ચાર કર્યા, 10ની અટકાયત

0
141

રાજકોટના ત્રિકોણબાગ ખાતે એકત્ર થઈ પોસ્ટર બતાવી વિરોધ પ્રદર્શન કર્યુ

  • મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે આગેવાનો સહિત 10ની અટકાયત કરી

મોરબી વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારમાં આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નરેશ અને મહેશ કનોડિયા વિશે જાતિવાચક શબ્દનું ઉચ્ચારણ કર્યુ હતું. જેના વિરોધમાં આજે રાજકોટના ત્રિકોણ બાગ ખાતે શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોએ બેનરો સાથે નીતિન પટેલ હાય હાય અને જાતિવાદી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજીનામું આપો રાજીનામું આપો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આથી પોલીસે 10 જેટલા લોકોની અટકાયત કરી હતી.

પોલીસની મંજૂરી વગર જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
શહેરના ત્રિકોણ બાગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના આગેવાનો તેમજ સભ્યો દ્વારા નીતિન પટેલ હાય હાય અને નાયબ મુખ્યપ્રધાન રાજીનામું આપે તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે મંજૂરી વગર યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના આગેવાનો તેમજ 10 જેટલા સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.

નીતિન પટેલે સોશિયલ મીડિયામાં માફી માગી ચૂક્યા છે
નીતિન પટેલે સોશિયલ મીડિયામાં આ અંગે માફી પણ માગી ચૂક્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મારા પ્રવચનમાં જે શબ્દ પ્રયોગ મેં કર્યો હતો તે શબ્દના કારણે જે લાગણી દુભાઈ છેતેને ધ્યાનમાં રાખીને હું તે શબ્દો પાછા ખેંચું છું. કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો. સ્વ. નરેશભાઈ મારા દ્વારા જ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દરરોજ દિવસમાં બે વખત ફોન કરીને હું તેમની તબિયતના ખબર અંતર પૂછતો હતો. તેમના દિકરા હિતુભાઈ સાથે પણ હું સંપર્કમાં હતો. જે મારા વર્ષો જુના સંબંધો અને અરસ પરસનો પ્રેમ બતાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here