News Updates
GUJARAT

એશિયન પેરા ગેમ્સમાં ગુજ્જુઓનો ડંકો:ગુજરાતના 19 ખેલાડીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું, 6 ખેલાડીએ 9 મેડલ મેળવીને રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું

Spread the love

એશિયન પેરા ગેમ્સ-2022નું આયોજન ચીનના હાંગઝોઉમાં 20થી 28 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું હતું. જેમાં પેરા એથ્લેટિક્સ, પેરા ટેબલ ટેનિસ, પેરા બેડમિન્ટન, પેરા પાવરલિફ્ટિંગ, પેરા ચેસ, પેરા સાયક્લિંગ અને બ્લાઇન્ડ ફૂટબોલ રમતોમાં ગુજરાતના 19 ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અગાઉ સાઉથ કોરિયા ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સ 2014માં ગુજરાતના 3 ખેલાડીએ અને એશિયન પેરા ગેમ્સ 2018માં ગુજરાતના 9 ખેલાડીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આમ, ઉત્તરોતર ગુજરાતના પેરા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય તથા રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. જ્યારે ચાઇના હાંગઝોઉમાં યોજાયેલ એશિયન પેરા ગેમ્સ 2022માં ગુજરાતના 19 ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિવિધ રમતોના 6 ખેલાડીએ 9 મેડલ મેળવીને રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.


Spread the love

Related posts

Horoscope:વાણી પર રાખવું નિયંત્રણ,આ રાશિના જાતકોએ આજે

Team News Updates

Frontex, Celerio, Alto K10 સહિત 9 મોડલના ભાવમાં ઘટાડો મારુતિ સુઝુકી

Team News Updates

Vapi:ખુલ્લી ગટરમાંથી જીવંત અને મૃત માછલીઓ મળી આવી,વાપીના ચલા વિસ્તારમાં

Team News Updates