વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી ડોમેસ્ટિક પાણી બિલ ખાડીમાં પસાર થાય છે. વાપી શહેરના ચલા પાસે પસાર થતી બિલ ખાડીમાંથી જીવંત માછલી અને મૃત માછલીઓ મળી આવી હતી. સ્થાનિક લોકોના ધ્યાને વાત આવતા ડોમેસ્ટિક પાણીની લાઈનમાં મૃત માછલીઓ અને જીવતી માછલી પકડવા અને જોવા માટે લોકોની ભીડ જામી હતી. ઘટનાની જાણ વાપી નગર પાલિકાની ટીમને થતા વાપી નગર પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલી બિલ ખાડીમાં શહેરનું ડોમેસ્ટિક વોટર પસાર થયા છે. વાપી દમણ રોડ ઉપર પસાર થતી બિલ ખાડીમાં પસાર થતા ડોમેસ્ટિક પાણીમાં સ્થાનિક લોકોનું ધ્યાન જતા પાણીમાંથી જીવંત અને મૃત માછલીઓ મળી આવી હતી. બિલ ખાડીના પાણીમાં જીવતી અને મૃત માછલીઓને નિહાળવા સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક નગર પાલિકાની ટીમને ઘટનાની જાણ કરી હતી. ડોમેસ્ટીક પાણીમાં જીવતી માછલીઓ અને મૃત માછલીઓ ક્યાંથી આવી તે જાણવા નગર પાલિકાની ટીમે પ્રયાસ હાથ ધર્યો છે.