અમદાવાદમાં રેવાકાકા અને નાનુકા એસ્ટેટમાં NOC વિના ગેરકાયદે ચાલતા 13 જેટલા એકમોનો 5600 ચો.મીનો એરીયા સીલ કરાયો

0
75
  • AMC, GPCB અને DISH દ્વારા રચાયેલી ટીમ દ્વારા 18 એકમોને સીલ કરવાની નોટીસ અપાઈ
  • જોઈન્ટ સર્વેનો “એક્શન ટેકન રીપોર્ટ” 13 નવેમ્બર સુધીમાં મંગાવાયો, રાજય સરકારને 18 નવેમ્બર સુધીમાં “એક્શન ટેકન રીપોર્ટ” સોંપાશે

અમદાવાદ શહેરનાં પીરાણા- પીપલજ રોડ ઉપર કેમીકલ ગોડાઉનમાં બનેલ બનાવ બાદ સરકાર દ્વારા બનાવેલ સમિતી દ્વારા પ્રથમ તબક્કામાં અપાયેલ સૂચના બાદ ગુજરાતભરમાં ગેરકાયેદે ચાલતા ઈંડસ્ટ્રીયલ એકમને સીલ કરવા તેમજ ગેરકાયદે થયેલા ફેક્ટરી-ગોડાઉનનાં બાંધકામોની સામે કાયદાકીય પગલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે.અમદાવાદમાં રેવાકાકા એસ્ટેટ અને નાનુકા એસ્ટેટમાં આવેલી ૧૩ જેટલા એકમોને, અંદાજે 5600 ચો. મીટરનો એરીયા સીલ કરી દેવાયો છે. આ ઉપરાંત, AMC, GPCB અને DISH દ્વારા રચાયેલી ટીમ દ્વારા 18 એકમોને સીલ કરવાની નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત, AMC દ્વારા વસ્ત્રાલ અને લાંભાના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટેની ઝૂંબેશ શરુ કરાઈ છે.

જોઈન્ટ સર્વેનો “એક્શન ટેકન રીપોર્ટ” 13 નવેમ્બર સુધીમાં મંગાવાયો
સોમવારે રાજય સરકાર દ્વારા રચાયેલી સમિતીની અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રાનાં અધ્યક્ષપણા હેઠળ રીવ્યું બેઠક યોજાઈ હતી. જેમાં GPCB નાં ચેરમેન સંજીવ કુમાર, અમદાવાદનાં ડેપ્યુટી કમિશ્નર બી.કે.મહેતા, GPCBનાં સભ્ય સચિવ, DISH ડાયરેક્ટર તેમજ અન્ય સીનીયર અધિકારીઓ હાજર હતાં. અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રાનાં જણાવ્યા અનુસાર પ્રથમ દ્ર્ષ્ટીએ ગેરકાયદે લાગતા ઈંડસ્ટ્રીયલ યુનિટને સીલ કરવાની ઝુંબેશ આખા રાજ્યમાં ચાલુ કરવા માટે દરેક કલેક્ટરને સુચના આપવામાં અવી છે. ઉપરાંત, આ જોઈન્ટ સર્વેનો “એક્શન ટેકન રીપોર્ટ” 13 નવેમ્બર સુધીમાં મંગાવવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટરને મૃતકોનાં વારસદારોને મળતું વળતર જલ્દી ચુકવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

રાજય સરકારને 18 નવેમ્બર સુધીમાં “એક્શન ટેકન રીપોર્ટ” સોંપાશે
પીરાણા- પીપલજ રોડનાં કેમીકલ ગોડાઉનમાં બનેલ વિસ્ફોટ અને આગની દુર્ઘટનાનો અહેવાલ NGT સમક્ષ 11 નવેમ્બરનાં રોજ આપવામાં આવશે. પોલીસ દ્વારા પણ પીરાણા- પીપલજ રોડનાં કેમીકલ ગોડાઉનમાં બનેલ ઘટના બાદ F.I.R નોંધી ધરપકડ કરવામાં આવી હતી તેમજ GPCB દ્વારા પણ સપ્લીમેંટરી F.I.R આપવામાં આવી છે. વિપુલ મિત્રાનાં જણાવ્યા અનુસાર, જોઈન્ટ સર્વેનો “એક્શન ટેકન રીપોર્ટ” 13 નવેમ્બરે સમિતી પાસે આવ્યા બાદ, રાજય સરકારને 18 નવેમ્બર સુધીમાં સોંપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here