કોરોના કે અન્ય બીમારી ન આવે એટલે બીજી દવા લઈએ છીએ: 84 ટકા લોકોની કબૂલાત

0
76
  • કોરોનાથી દવાના વ્યસન અંગે મનોવિજ્ઞાન ભવનના નિમિષા પડારિયા-તૌફિક જાદવનો સરવે

દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માગે છે અને તેના માટે લોકો સતત દવાઓ લેતા હોય છે પરંતુ કોઈપણ દવાનો ઉપયોગ કરતા પહેલા દવાઓ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. નાની સમસ્યામાં પણ લોકો દિવસમાં 1 થી 10 ગોળીઓ (પેઇનકિલર) ખાય છે. સહેજ માથાનો દુખાવો, પેટનો દુખાવો, કોઈ નાની મોટી પીડા અથવા સાંધાનો દુખાવો થાય છે કે તરત વ્યક્તિ દવા લેવાનું શરૂ કરી દે છે. ક્યારેક જરૂરિયાત માટે લે છે પરંતુ ધીમે ધીમે તે ટેવ બની જાય છે. કોઈ પણ બીમારીની દવાઓ લેતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. શરીરના એસિડિક એસિડ અને પાચક સિસ્ટમના અન્ય ઉત્સેચકો દ્વારા શરીરમાં તેની અસર લાવી શકે છે. દવાઓની શરીર પર મોટાપ્રમાણમાં આડઅસર થતી હોય છે. 513 લોકોના આ સરવેમાં ચોંકાવનારા તારણો આવ્યા.

56% એ કહ્યું, દવાનું વળગણ થઇ ગયું હોય તેવું લાગે છે

  • તમે પહેલા કરતા હાલમાં વિવિધ દવાઓ લ્યો છો? – 84% એ જણાવ્યું કે કોરોનાની બીમારી કે બીજી કોઈ બીમારી ન આવે એ માટે દવા લઈએ છીએ. 16% એ દવા લેવાનો ઇનકાર કરેલ.
  • ડોક્ટરના કહ્યા મુજબ દવા લ્યો છો કે જાહેરાત કે અન્યના સૂચનથી? – જવાબમાં 72% એ જણાવ્યું કે, ડોક્ટર પાસે જવા કરતા સીધી દવા લઈએ છીએ જ્યારે 28% એ જણાવ્યું કે, ડોક્ટરની સલાહ મુજબ જ દવા લઈએ છીએ.
  • શરદી, તાવ કે ઉધરસ જેવું લાગે તો શું કરો? – 32% ડોક્ટર ને બતાવીએ એવું કહ્યું 40% એ મેડિકલમાંથી દવા લઇ લેવાનું જણાવ્યું, જયારે 28% એ દેશી ઉપચાર લેવાનું જણાવ્યું.
  • કોરોના પછી દવાનું પ્રમાણ લેવાનું વધ્યું? – 89% લોકોએ દવાઓ લેવાનું વધ્યું એવું જણાવ્યું, જ્યારે 11% એ કોઈ ફર્ક પડ્યો નથી એવું જણાવ્યું.
  • કોઈ રોગ વગર દવા લેવાનો વિચાર આવે છે અને લ્યો છો? – 66% એ જણાવ્યું કે કોઈ શરદી ઉધરસ કે તાવના લક્ષણો નથી હોતા છતાં દવા લઈએ છીએ જ્યારે 34% એ ના કહીં.
  • કોઈપણ દવાની આડઅસર હોય છે એ જાણવા છતાં દવા લ્યો છો? – 62% એ જણાવ્યું કે હા દવા લઈએ છીએ જ્યારે 38% એ ના જણાવી.
  • દવાખાને જવાનાં ભયથી ઘરે ઉપચાર કરો છો? – 77% એ જણાવ્યું કે દવાખાનાનું નામ આવતા જ ભયને ચિંતા થાય છે માટે ઘરગથ્થું ઉપચાર કરીએ છીએ જ્યારે 23% એ ના જણાવી.
  • દવાનું વળગણ થઇ ગયું હોય તમને એવો અહેસાસ થાય છે? – 56% એ જણાવ્યું કે હા, 44% એ ના જણાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here