માંગરોળના દરિયામાં લક્ષ્મીપ્રસાદ નામની બોટમાં આગ લાગી, બોટ બળીને ખાખ, 7 માછીમારોનો આબાદ બચાવ

0
78
  • બોટ બળીને ખાખ થઈ જતા 50 લાખથી વધુનુ નુકસાન

માંગરોળના દરિયામાં લક્ષ્મી પ્રસાદ નામની બોટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જો કે બોટમાં સવાર 7 માછીમારોનો આબાદ બચાવ થયો છે. પરંતુ આગની ઘટનામાં લક્ષ્મીપ્રસાદ નામની બોટ બળીને ખાખ થઈ ગઈ છે. જેથી માછીમારને 50 લાખથી વધુનું નુકસાન થયું છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી
માંગરોળના દરિયામાં લક્ષ્મી પ્રસાદ નામની બોટમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે બોટમાં ક્યા કારણોસર આગ લાગી હતી. તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ટરબો ફાટવાથી આગ લાગી હોવાનું અનુમાન છે.

બોટમાં સવાર તમામ માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા
બોટમાં આગ લાગતા જ બોટમાં સવાર તમામ માછીમારોને અન્ય બોટની મદદથી બચાવી લેવામાં આવ્યાં હતાં. જે બોટમાં આગ લાગી હતી તે બોટ ખીમજી મુળજી નામના માંગરોળના માછીમારની હોવાનું સામે આવ્યું છે. બોળ બળીને ખાખ થઈ જતા માછીમારને 50 લાખથી વધુનું નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here