દિવાળીના તહેવારમાં લોકો હર્યા ફર્યાને કોરોના બોમ્બ ફૂટ્યો, છેલ્લા 6 દિવસમાં 515 કેસ નોંધાયા, કુલ 600થી વધુ સારવાર હેઠળ

0
93
  • દિવાળીના તહેવારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ થતાં કેસ વધ્યાં!
  • ત્રણેય ઝોનના અધિકારીઓની બેઠક બોલાવી કોરોનાની સમીક્ષા કરી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દિવાળીના તહેવારના માહોલમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજકોટમાં જ છેલ્લા 6 દિવસમાં 515 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 600થી વધુ દર્દી સારવાર હેઠળ છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. દિવાળીથી લઈને લાભપાંચમ સુધીના 500થી વધુ કેસ નોંધાયા છે. જેથી મેયર બિનાબેન આચાર્યએ ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનરો અન આરોગ્ય શાખાના અધિકારીઓની તાકિદે બેઠક બોલાવી શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

તારીખકેસ
14 (દિવાળી)96
15 (ધોકો)87
16 (નૂતન વર્ષ)96
17 (ભાઈબીજ-ત્રીજ)55
18- (ચોથ)96
19 (લાભ પાંચમ)85

એક સાથે વધુ કેસ આવતા તંત્રમાં દોડધામ
તહેવારોના દિવસોમાં શહેરીજનો માસ્ક વગર ટહેલતા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યાં હતા. જેને લઈને કોરોના વકર્યો છે. આ ઉપરાંત તહેવારોના દિવસોમાં લક્ષણો જણાતાં હોય તેમ છતાં તહેવારો બગડશે તેવી માન્યતા રાખીને નાગરિકો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે આવતા ન હોય અને હવે એક સાથે અનેક કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં આ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હેઠળ
માનસરોવર સોસાયટી આજી ડેમ ચોકડી પાસે, રોહીદાસપરા કુવાડવા રોડ-કેવડાવાડી, જનતા સોસાયટી મહિલા કોલેજ ચોક, ચંપક નગર પેડક રોડ, સખીયાનગર એરપોર્ટ રોડ, ગીતાનગર ભક્તિનગર સહિત 50 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જીન પ્લોટ-ધોરાજી, મોહનનગર-ઉપલેટા, વણકર વાસ-સરપદડ, સુથાર શેરી-મોટાદડવા, આદમજી રોડ, જસદણ, પ્લોટ વિસ્તાર લુણાગરા સહિત 269 કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here