કમોસમી વરસાદનો એક રાઉન્ડ હજુ પુરો થયો છે, ત્યારે હવામાન વિભાગે ફરી વરસાદને લઇને પાંચ દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે.
ગુજરાતમાં માવઠાનો માર હજુ માંડ શાંત થયો છે, ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં મેઘ મહેર થવાની આગાહી કરી છે.
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ડાંગ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસશે.
સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 5 દિવસ સુધી આ જ પ્રકારે ઠંડીનો ચમકારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
મહત્તમ અને લઘુત્તમ તાપમાન હાલ નીચું નોંધાયાંની પણ હવામાન વિભાગે માહિતી આપી છે. ઠંડીનો ચમકારો વધવાની પણ જાણકારી આપી છે.