અમદાવાદ શહેરમાં ઘણા સમય પછી એક સાથે છ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી દેશી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં શહેરના પોસ વિસ્તાર ગણાતા સોલામાં પણ દેશી દારૂ વેચાતો હતો. જ્યારે પશ્ચિમના એક વિસ્તારમાં દારૂ સંતાડવા માટે બનાવેલું હાઇડ્રોલિક ભોયરું પણ રેડ દરમિયાન સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં એક સાથે થયેલી આટલી મોટી રેડ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો છે. પોસ વિસ્તારમાં ચાલુ દારૂના વેચાણ સંદર્ભે એવી પણ ચર્ચા છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ગયા બાદ પણ ગેરકાનૂની દારૂ વેચાઈ રહ્યો હતો.
દુકાનમાંથી દારૂની બોટલો ઝડપી પાડી
એસએમસીની ટીમે ગઇકાલે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા બાપાસીતારામ ચોક પાસે ઉત્સવ ફ્લેટની દુકાનમાંથી 119 દારૂની બોટલો ઝડપી પાડી છે. પોલીસે વેદાત તીવારી અને શ્રીકાંત તમંચેની ધરપકડ કરી છે. નરોડાના બુટલેગર રાજુ ચૌહાણે બન્ને યુવકોને દારૂનો જથ્થો આપ્યો હતો. એસએમસીએ બન્નેની ધરપકડ કરી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
અડ્ડા પર દારૂ ઢીંચવા આવતા 38 દારૂડીયા ઝડપાયા
ઓઢવ વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં અજય ગોહિલ દેશી દારૂનું સ્ટેન્ડ ચલાવે છે તેવી બાતમી એસએમસીની ટીમને મળી હતી. બાતમીના આઘારે એસએમસીએ રેડ કરતા 38 દારૂડીયાઓને રંગે હાથ ઝડપી લીધા છે. એસએમસીએ 125 લીટર દેશીદારૂ, 28 મોબાઇલ, ચાર વાહન સહિત કુલ 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અડ્ડા પર દારૂ ઢીંચવા આવતા 38 દારૂડીયા ઝડપાયા
ઓઢવ વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં અજય ગોહિલ દેશી દારૂનું સ્ટેન્ડ ચલાવે છે તેવી બાતમી એસએમસીની ટીમને મળી હતી. બાતમીના આઘારે એસએમસીએ રેડ કરતા 38 દારૂડીયાઓને રંગે હાથ ઝડપી લીધા છે. એસએમસીએ 125 લીટર દેશીદારૂ, 28 મોબાઇલ, ચાર વાહન સહિત કુલ 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસએમસીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મંદિરની બાજુમાં દારૂના ધંધાનો પર્દાફાશ થયો
ઉસ્માનપુરા ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં દારૂ છુપાવેલો હોવાની માહિતી એસએમસીને મળી હતી. બાતમીના આધારે એસએમસીએ દામોદર ભુવનમાં રેડ કરીને 479 દારૂની બોટલો જપ્ત કરી હતી. આ સિવાય 71 દારૂની ખાલી બોટલો પણ મળી હતી. એસએમસીએ નિલેશ આર્ય, સંજય મારવાડી અને નટવર સોલંકીની ધરપકડ કરી છે. એસએમસીએ વાડજમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નિકોલના મકાનમાંથી દારૂ-બીયરની બોટલો ઝડપાઇ
એસએમસીએ બાતમીના આધારે નિકોલ ગામમાં આવેલી મહેશ્વરી સોસાયટીના મકાન નંબર 5માં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એસએમસીએ 73 બીયર તેમજ દારૂની બોટલો જપ્ત કરી હતી. એસએમસીએ કિરણ વસાવાની ધરપકડ કરી હતી. કિરણ દારૂનું વેચાણ કરનાર કર્મચારી છે, પરંતુ માલીક સુરેશ ભદોરીયા છે જે લિસ્ટેડ છે. એસએમસીએ કુલ નવ લોકો વિરૂદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
દેશીદારૂની આપ-લે કરતા રંગે હાથ ઝડપાયા
ઓઢવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જય કેમીકલ ફેક્ટરીની સામે ચાલતા દારૂના અડ્ડા પર એસએમસીએ રેડ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. અરવિંદ પરમાર, પ્રવિણ રાજપુત અને નીંકુજ ગોત્રેકરની 230 દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. આ દારૂનો ધંધો રંગીલા યાદવ ચલાવી રહ્યો હતો. જ્યારે રીતેશ છારા પણ તેનો પાર્ટનર હતો. ઓઢવ પોલીસે કુલ ત્રણ બુટલેગરોની ધરપકડ કરી જ્યારે ત્રણ વોન્ટેડ જાહેર કર્યા છે.
મહિલાઓ સહિત દારૂડિયાઓ અડ્ડા પરથી ઝડપાયા
ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા રેલવેના છાપરામાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા એસએમસીની ટીમ ત્રાટકી હતી. રેડ દરમિયાનમાં એસએમસીએ 29 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પરથી પોલીસે બે મહિલાઓ સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. એસએમસીએ હીરેન દંતાણી સહિતના લોકોની ધરપકડ કરીને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.