ગિરનારની લીલી પરિક્રમા બંધ : સત્તાવાર જાહેરાત બાકી

0
104

કોરોના સંક્રમણના પગલે પાંચ દિવસની પરિક્રમા બંધ રહેવાની સંભાવના

ગરવા ગિરનારની 36 કિ.મી.ની પરિક્રમાની પરંપરા આ વર્ષે તૂટી જશે. પાંચ દિવસ લોકો પ્રકૃતિના ખોળે જય ગિરનારીના નાદ સાથે જીવ અને શિવના મીલનની આ પરિક્રમા આદી અનાદી કાળથી યોજાય છે જેમાં 8 લાખથી 10 લાખ લોકો ગિરનારના જંગલમાં મંગલ કરવા આવે છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત કોરોનાના ગ્રહણના કારણે ગિરનારની પરિક્રમા મોકુફ રાખવામાં આવી છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.


સરકારના જાહેરનામા મુજબ મેળાવડા પર પ્રતિબંધ પરિક્રમાના ગણતરીના દિવસો બાકી છે એક પણ મીટીંગ થવા પામી નથી. પરિક્રમામાં આવતા 8 થી 10 લાખ પરિક્રમાર્થીઓ માટે 150 જેટલા અન્નક્ષેત્રો ગિરનારમાં પરિક્રમા રુટ પર સ્વખર્ચે સેવા આપવા આવે છે. તેઓ આ વર્ષે નહીં આવે તેની અગાઉ જાહેરાત કરી છે.


કોરોનાએ દિવાળીના તહેવારો બાદ ફરી માથુ ઉંચક્યું છે. કોરોનાના કેસ વધી રહ્યા છે. પરિક્રમામાં લાખોની સંખ્યામાં સંક્રમણના કારણે કોરોના મહામારી વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે તેની પૂરી સંભાવના રહેલી છે.


પરંપરા જળવાશે : આદી અનાદી સમયથી ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે તે પરંપરા જળવાઈ રહે તે માટે 15 જેટલા ભાવિકો પરિક્રમા કરશે તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
પરિક્રમા નહીં યોજાતા જૂનાગઢ અને નાના ધંધાર્થીઓના ધંધામાં થતી આવક આ વર્ષે નહીં થાય જેથી આર્થિક નુકસાની પણ ભોગવવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here