મસુરીની એડમીનીસ્ટ્રેટીવ એકેડેમીમાં કોરોના વિસ્ફોટ: 33 ટ્રેની સનદી અધિકારીઓ સંક્રમીત

0
97

48 કલાક માટે એકેડેમી બંધ રાખવા નિર્ણય લેવાયો

ઉતરાખંડ રાજયના મસૂરી ખાતે આવેલી લાલબહાદુર શાસ્ત્રી એડમીનીસ્ટ્રેટીવ એકેડેમીમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહી ટ્રેનીંગ લઈ રહેલા 33 સનદી અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેને પગલે એકેડેમી 48 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.દેશની આઝાદી બાદ બાહોશ સનદી અધિકારીઓ તૈયાર કરવા આ એકેડેમી સ્થાપવામાં આવી હતી.
અહીંથી દેશના ટોચના અધિકારીઓ તાલીમ લઈને તૈયાર થયા છે. અહીં કોરોના સંક્રમણ ફેલાતા હાલ સ્થાનિક તંત્રએ એકેડેમીમાં જ પાંચ ક્ધટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. તમામ ટ્રેની અધિકારીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. હાલ અહીં 95 ફાઉન્ડેશન કોર્સ માટે 428 ટ્રેની ઓફીસર્સ તાલીમ મેળવી રહ્યા છે. એકેડેમીમાં ગંગા, કાવેરી, નર્મદા, સિલ્વર અને હેપ્પી વેલી વિસ્તારને ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. સમગ્ર એકેડેમીને સેનેટાઈઝડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here