અમેઝોનને ઝટકો, રિલાયન્સ અને ફ્યુચર ગૃપ વચ્ચેનાં સોદાને CCIની મંજુરી

0
84

અમેરિકાની દિગ્ગજ કંપની અમેઝોનને મોટો ઝટકો લાગ્યો છે, ભારતીય પ્રતિસ્પર્ધા પંચ (CCI)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફ્યુચર ગૃપ વચ્ચેનાં સોદાને મંજુરી આપી દીધી છે.

અમેઝોન દેશની રિટેલ સેક્ટરની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફ્યુચર ગૃપનાં સૌદાને પાટા પરથી ઉતારવાનાં પ્રયાસો કરી રહી હતી.

નિષ્ણાતોએ તે મંતવ્ય વ્યક્ત કર્યું હતું  કે અમેઝોન એક કરાર દ્વારા અપ્રત્યક્ષ રીતે રિટેલ ચેઇન બિગ બજારમાં પકડ જમાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે, અમેઝોને ગયા વર્ષે કિશોર બિયાનીની આગેવાની હેઠળનાં ફ્યુચર ગૃપનાં નોન લિસ્ટેડ કંપનીઓમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

તે સાથે જ સરકાર દ્વારા મલ્ટિબ્રાન્ડ રિટેલ કંપનીઓમાં વિદેશી માલિકીની મર્યાદા હટાવવાની સ્થિતીમાં પણ લિસ્ટેડ અગ્રણી કંપની ફ્યુચર રિટેલ લિ.નાં હસ્તાંતરણનો અધિકાર મેળવી લીધો હતો.

કોરોના વાયરસ રોગચાળાનાં કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનાં પગલે એફઆરએલ ગંભીર આર્થિક સંકટમાં ફસાઇ ગઇ હતી,ત્યાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે પોતાની પ્રોપર્ટીનાં 24,713 કરોડ રૂપિયામાં સોદાનાં કરાર કર્યા હતા, તે અંગે અમેઝોને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો.

અમેરિકાની કંપનીએ દાવો કર્યો છે કે તેનું નોન લિસ્ટેડ ફ્યુચર કુપસ લિ.ની સાથેનો કરાર ઘણા લોકો અને કંપનીઓ સાથેની લેવડ-દેવડને રોકે છે, તેમાં અંબાણી અને રિલાયન્સનો પણ સમાવેશ થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here