સુલતાનપુરમાં કોરોનાના કેસ વધતા ગ્રામ પંચાયત દ્વારા અઠવાડિયા સુધી આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.

0
172

ગોંડલ તાલુકા ના સુલતાનપુર મા કોરોના એ હાહાકાર મચાવ્યો છે અત્યાર સુધી મા 19કેસ નોંધાયા છે તેમજ 3વ્યક્તિ ના મોત થયાં છે ત્યારે આરોગ્ય વિભાગ મા દોડધામ મચી જવા પામી છે ગઈકાલે ફરી 5 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે કોરોના નો કહેર નાના ગામડા સુધી પહોંચી ગયો છે.

સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ વેપારીઓ, આગેવાનો, ગામલોકો ની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સૌનું મંતવ્ય જાણીને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સવારના 6વાગ્યાં થી બપોર ના 12વાગ્યાં સુધી તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે તેમજ બપોર બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ જે લોકો કોરોના પોજીટીવ છે તે લોકો ઘર ની બહાર નો નીકળે જો નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગામલોકો સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે, ફરજીયાત માસ્ક પહેરે, તેમજ પ્રસઁગો મા પણ સામાજિક અંતર જાળવે તેવી સૂચના આપવામાં આવી હતી સુલતાનપુર ગામ મા બહાર ગામ થી આવતા ફેરિયા ઓ ને ગામ આવવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે, જે લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોઈ સગાઇ હોઈ તે લોકો ને ગ્રામ પંચાયત સુલતાનપુર ખાતે નોંધણી કરવાની ફરજીયાત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here