News Updates
GUJARAT

આધારકાર્ડ પર નામ અને જન્મ તારીખ આટલી વાર જ કરી શકશો અપડેટ, UIDAI નક્કી કરી મર્યાદા

Spread the love

આધારકાર્ડથી આપણે સૌ કોઈ અવગત છીએ. જે આપણા સરકારી કામકાજમાં અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે. આધારકાર્ડમાં કુલ 12 આંકનો નંબર હોય છે. બેંક ખાતું ખોલવું, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે આધારકાર્ડ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે.

આધારકાર્ડ પર સામાન્ય રીતે વ્યક્તિનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને સરનામુ અપડેટ કરવામાં આવે છે. ત્યારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કેટલી વાર આ માહિતી અપડેટ કરી શકાય તેની માહિતી આપી છે.

UIDAI અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે.

કોઈ પણ વ્યક્તિ તેના આધારકાર્ડમાં માત્ર 1 વાર જ જન્મતારીખ અપડેટ કરાવી શકે છે.

આધારકાર્ડમાં માત્ર એક વાર જ તમે જાતિ (Gender) અપડેટ કરી શકો છો. બીજી તરફ આધારકાર્ડમાં રહેઠાણનું સરનામુ અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી.

કોઈ પણ વ્યક્તિએ જો આધારકાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી. પરંતુ ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિક અપડેટ્સ ઓનલાઈન બદલી શકાતા નથી.


Spread the love

Related posts

Weather:વાવાઝોડાનું સંકટ  ગુજરાત પર ફરી!વરસાદની આગાહી

Team News Updates

દર્દીની પીડા પર પાણી ટપકે છે:પ્રથમ વરસાદે જ સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું; છ માસ અગાઉ સ્પેશિયલ રૂમોનું માત્ર કાગળ પર રિપેરિંગ

Team News Updates

દેશનો પ્રથમ 8 લેન દ્વારકા એક્સપ્રેસ વેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, 9 હજાર કરોડના ખર્ચે થયો તૈયાર, જાણો ખાસિયત

Team News Updates