LIVE: આ રાજ્યના CMને ટકોર કરતા PMએ કહ્યું, કોરોનાના આંકડા નહીં, તેની વિરુદ્ધ ઉઠાવેલા પગલા અંગે જણાવો

0
118

ભારતમાં કોરોનાની રસીના કેસ 91 લાખને પાર થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં આના કારણે 1 લાખ 33 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ચિંતાની વાત એ છે કે એકવાર ફરી એક્ટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. આ સમયે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 4.43 લાખ છે. ત્યારે કોરોનાની રસી બહું જલ્દી મળી શકે તેમ છે. જેને લઈને તેમજ રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષાને લઈને પીએમ મોદી આજે અનેક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના સીએમ સાથે વાતચીત શરું.

  •  ખાનગી સેક્ટરના લગભગ 56 ટકા હોસ્પિટલોને ડેટા ઉપલબ્ધ કરાવી દેવાયા છે
  • રાજ્યોના લગભગ 90 ટકા સરકારી હોસ્પિટલોને ડેટા ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે
  • પીએમ મોદી આજે અનેક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના સીએમ સાથે વાતચીત શરુ

મીટિંગમાં પીએમ મોદીએ હરિયાણાના સીએમને કહ્યું કે અમને નંબર નહીં કોરોનાની વિરુદ્ધ રાજ્ય સરકારે ઉઠાવેલા પગલા અંગે જાણકારી આપો.

પ. બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કોરોનાના દર્દીની સારવાર સારી ચાલી રહી છે. તેણે પીએમને જીએસટીના વળતરના પૈસાની માંગ કરી હતી. ત્યારે બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ટાસ્ક ફોર્સ તૈયાર છે. જે રાજ્યોમાં કોરોનાની રસીના વિતરણ પર કામ કરી રહી છે. આ ઉપરાંત  સીરમ ઈન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાના સંપર્કમાં છે.

મોદી આજે 8 અસરગ્રસ્ત રાજ્યોના સીએમ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્રા, પ. બંગાળ , છત્તીસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થયો છે. બેઠકમાં અમિત શાહ પણ હાજર છે. આ બાદ બપોરે 12 વાગે પીએમ બાકીના રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ બાદ અમિત શાહ પોતાની વાત રજૂ કરી.

અમિત શાહે કહ્યું યુરોપ – યુએસમાં વધ્યા કેસ, સાવધાન રહેવું જરુરી

પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યનો મુખ્યમંત્રીઓની બેઠકમાં અમિત શાહે કહ્યું કે યુરોપ- અમેરિકામાં ફરી કેસ વધી રહ્યા છે. ત્યારે સાવધાન રહેવાની જરુર છે. અમિત શાહે રાજ્યોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને ફરજિયાત કરવા પર ભાર મૂક્યો છે. શાહ બાદ સ્વાસ્થ્ય સચિવે આગામી દિવસોની જાણકારી  આપતા કહ્યું કે દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને સાવધાની રાખવી પડશે.

દિલ્હીના સીએમએ 1 હજાર  ICU બેડની માંગ કરી

બેઠકમાં કેજરીવાલે કેન્દ્ર પાસે રાજધાનીમાં 1હજાર આઈસીયુ બેડ્સની માંગ કરી છે. 

સીએમ અરવિંદ કેજરીવલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર પ્રદૂષણને કારણે છે. તેમણે પીએમને પરાલી સળગાવવાના મામલામાં દખલ દેવાની માંગ કરી છે.

કેજરીવાલે પીએમને જણાવ્યું કે, 10 નવેમ્બર બાદ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ છે. 10 નવેમ્બરે દિલ્હીમાં 8600 કોરોનાના કેસ આવ્યા હતા. અને તે બાદ તે ઘટી રહ્યા હતા. તેમણે કહ્યું ત્રીજી લહેરનું કારણ પ્રદૂષણ છે.

આ મીટિંગમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ સામિલ છે. તેણે ટ્વીટર પર ફોટો શેક કર્યો છે.

કોરોનાની રસીને લઈને સરકારે રોડમેપ લગભગ તૈયાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યાનુંસાર કોઈ પણ રસી ઉપલબ્ધ થયા બાદ લગભગ 1 કરોડ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને કોરોનાની પહેલી રસીનો ડોઝ આપવામાં આવશે. કોરોનાની સ્થિતીને જોતા પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરુ.

કોરોનાની રસીની તૈયારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી ચૂકી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર રાજ્યોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમામ રાજ્યોના લગભગ 90 ટકા સરકારી હોસ્પિટલોને ડેટા ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાનગી સેક્ટરના લગભગ 56 ટકા હોસ્પિટલોને ડેટા ઉપલબ્ધ કરાવી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here