News Updates
GUJARAT

કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં લાગી વિકરાળ આગ

Spread the love

જામનગરના કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. કપાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા લાખોનું નુકસાન થયુ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યો હતો.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરમાં ફરી એકવાર  આગ લાગવાની ઘટના બની છે. જામનગરના કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. કપાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા લાખોનું નુકસાન થયુ છે.

ફાયર બ્રિગેડની 2 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જામનગર-રાજકોટ ફાયરની મદદ લેવામાં આવી છે. છેલ્લા 10 કલાકથી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે હાલ 6 ફાયર ફાઇટર કાર્યરત છે. જો કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ માહિતી પ્રાપ્ત થઈ નથી.


Spread the love

Related posts

દોડતા ઘોડાની તસવીરમાં માત્ર 7 ઘોડા જ કેમ હોય છે ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Team News Updates

યાદશક્તિને કરશે તેજ, યોગના આ 5 આસનો તમારી

Team News Updates

સોમનાથના ધારાસભ્ય દ્વારા રાશન કાર્ડનું અનાજ બંધ થતાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મીટીંગ દરમિયાન ફોર્મ રજૂ કરવામાં આવેલ

Team News Updates