ભાજપે આ એક દિગ્ગજ નેતાને છોડી તમામને દિલ્હી તેડાવ્યા : રાજસ્થાનના રાજકારણમાં ખળભળાટ

0
392

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આજે રાજસ્થાન BJP ના નેતાઓને દિલ્હી દરબારમાં બોલાવ્યાં છે. જેને લઇને રાજસ્થાન રાજકારણમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જેપી નડ્ડાને મળવા પહોંચેલા પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયા અને વિધાનસભાના વિરોધપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોર દિલ્હી પહોંચ્યાં છે.

સૌથી મહત્વની વાત એ છે કે રાજસ્થાનની રાજનીતિ સાથે જોડાયેલ આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને બોલાવામાં આવ્યાં  નથી. જો જેપી નડ્ડાએ અચાનકથી આ નેતાઓને દિલ્હી દરબાર બોલાવતા અનેક પ્રકારની અટકળો લગાવામાં આવી રહી છે. ગત વખતે જ્યારે આ લોકો મળવા ગયા હતા, ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસનું  રાજકીય સંકટ શરુ થઇ ગયું હતું. 
 

હવે એકવાર ફરી રાજસ્થાન ભાજપના નેતાઓ દિલ્હી દરબાર પહોંચ્યા છે ત્યારે લોકોમાં ચર્ચાઓએ વેગ પડક્યો છે કે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રદેશના આ ત્રણ દિગ્ગજ નેતાઓએને દિલ્હીમાં કેમ  બોલાવ્યાં છે? જો કે એક અનુમાન મુજબ જેપી નડ્ડા સાથેની આ બેઠક પછી રાજસ્થાન સરકારને તોડવાને લઇને ભાજપ પ્રદેશની રાજનીતિમાં કોઇ મોટો ફેરફાર કરી શકે છે. 

 

જો કે પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું છે કે સામાન્ય  બેઠક છે અને રાજસ્થાનમાં વિધાનસભાની ત્રણ પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે, તે સિવાય સ્થાનિક એકમોની ચૂંટણીઓ આવી રહી છે, જેની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક બોલાવી હતી. જો કે આ બેઠકમાં વસુંધરા રાજેને નહીં બોલાવી એટલો સંદેશ સ્પષ્ટ કર્યો છે કે રાજસ્થાનમાં ભાજપની રાજનીતિમાં હવે વસુંધરા રાજેના દિવસો ચાલ્યા ગયા છે. 

ગત દિવસોમાં વસુંધરા રાજેના વિરોધી નેતા ઘનશ્યામ તિવાડીની ભાજપમાં વાપસી થઇ હતી. વસુંધરા રાજેના વિરોધના કારણે ઘનશ્યામ તિવાડીની વાપસી થઇ રહી નહોતી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનની રાજનીતિમાં વસુંધરા વિરોધી દળ મજબૂત થઇ રહ્યું છે અને ઘનશ્યામ તિવાડીની વાપસી તે તરફ ઇશારો કરી રહ્યું છે.