News Updates
AHMEDABAD

20 નવી હાઇટેક વૉલ્વો STમાં પહેલીવાર :અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ માટે 20 નવી વોલ્વો, પહેલી વખત ચાલુ બસે આગ બુઝાવવાની સુવિધા, પેનિક બટન પણ હશે

Spread the love

STમાં પહેલીવાર 20 નવી હાઇટેક વૉલ્વો, ચાલુ બસે આગ બુઝાવી શકાશે

એસટી નિગમે ગુરુવારે વધુ પેસેન્જર સુરક્ષા સિસ્ટમ ધરાવતી 20 હાઈએન્ડ વોલ્વો સીટર બસોનું લોકાર્પણ કર્યું છે. એક બસની કિંમત લગભગ 1.60 કરોડ છે. 20 બસમાંથી 8 બસ નહેરૂનગરથી સુરત રૂટ પર, 8 બસ નહેરૂનગરથી વડોદરા રૂટ પર તેમજ 4 બસ અમદાવાદથી રાજકોટ રૂટ દોડશે.

નહેરૂનગરથી સુરતનું ભાડું રૂ.648, નહેરૂનગરથી વડોદરાનું ભાડું રૂ.294 તેમજ અમદાવાદથી રાજકોટનું ભાડું રૂ.519 રહેશે. નવી વોલ્વો બસ આગ બુઝાવવાની સિસ્ટમથી સજજ હશે તેમજ આરામદાયક સીટોની સાથે ફાયર સેફ્ટી સહિતની આર્મીના વાહનો જેવી સુરક્ષા હશે. દિવાળી સુધીમાં અદ્યતન સુવિધા ધરાવતી વધુ 80 બસો સંચાલનમાં મૂકાશે. જૂની બસોને રિપ્લેસ કરવામાં આવશે.

CCTV કેમેરા, પેનિક બટન, સીડી સાથેનો ઈમરજન્સી એક્ઝિટ ગેટ

તમામ એસી બસમાં 47 પેસેન્જરોને બેસવાની ક્ષમતા સાથે 2×2 લેધર અને આરામદાયક પુશબેક સીટ આપવામાં આવી છે. દરેક સીટ પર એસીની વેન્ટ અને લાઈટ લગાવાઈ છે.

ઈમરજન્સી એક્ઝિટ… આકસ્મિક સંજોગોમાં બસમાંથી બહાર નીકળવા માટે સીડી સાથેનો ઈમરજન્સી ગેટ છે.

પેનિક બટન… પ્રવાસ દરમિયાન પેસેન્જર અસુરક્ષા અનુભવે તો સીટની નજીક પેનિક બટન હશે. જે દબાવતા તરત જ પોલીસને જાણ થઈ જશે અને મદદ મળશે.

સ્પ્રીંકલર… બસમાં નાઈટ્રોજન-પાણીની ટાંકી છે. આગ તેમજ ધુમાડો નીકળે તો સ્પ્રીંકલર ચાલુ થઈ જશે.


Spread the love

Related posts

20 લાખ લઈ ફરાર અમદાવાદમાં યુવક ગોલ્ડ લોન્ડ ટ્રાન્ફર કરાવવાના બહાને 

Team News Updates

ઘર સુધી પહોંચી જશે એક ફોનથી બોટલ:પોલીસને જોતા ખેપિયો રિક્ષા મુકીને ફરાર,બોડકદેવમાં દારૂની હોમ ડિલિવરી થતાંનો પર્દાફાશ

Team News Updates

15 વર્ષના ટાબરીયાએ પતાવી દીધો યુવકને:દુકાનદાર સાથે માથાકુટ થઈ, વચ્ચે પડનારને છરી મારી દીધી,અમદાવાદના ફુટપાથ પર રહી પૈસા ભેગા કરીને આઈસ્કિમ લેવા ગયો ને…

Team News Updates