રાજકોટ ટ્રાફિક પોલીસને છબરડા કિંગ એવોર્ડ થી બિરદાવવા જોઈએ

0
20909

ગોંડલના કારચાલકને ઝીબ્રા લાઈન ઓળંગવાનો દંડ ફટકાર્યો પરંતુ મેંમોમાં એકટીવા મોટરસાયકલ છે

ગોંડલ રાજકોટ ટ્રાફિક પોલીસ છાશવારે છબરડાઓ કરી ગોંડલના વાહનચાલકોને ધડાધડ મેમો રૂપી કંકોત્રી પધરાવી રહી છે ત્યારે વાસ્તવમાં ગોંડલના વાહનચાલકો રાજકોટ આવ્યા ન હોવા છતાં પણ મેમો આવી રહ્યા હોય રાજકોટ ટ્રાફિક પોલીસને છબરડા કિંગ એવોર્ડ થી નવાજવા જોઈએ તેવી રમૂજ પ્રસરી છે

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર નું કામ કરતા કાર્તિકભાઈ દુધાત્રા GJ03KH 1801 નંબરની ટાટા નેક્સા કાર ધરાવે છે તેઓને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગત તારીખ 6 જાન્યુઆરીમાં kkv ચોક પાસે ઝીબ્રા લાઈન ઉલ્લંઘન કર્યાનો રૂપિયા 500 નો દંડ ફટકારતો મેમો મોકલવામાં આવ્યો છે વાસ્તવમાં મેમો ની અંદર એકટીવા મોટરસાયકલ જણાય છે ઝીબ્રા લાઇનની આસપાસ ક્યાંય પણ કાર્તિકભાઈ દુધાત્રા ની tata nexa કાર જણાતી નથી તેમ છતાં પણ ગોંડલના વાહનચાલકોને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ રૂપી મેમો મોકલાતા હોય રાજકોટ ટ્રાફિક પોલીસ છબરડા ગ્રસ્ત થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here