નવી દિલ્હી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી મહત્વની જાહેરાત કરી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે મંત્રાલય આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવશે. લદાખમાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ પર ચીન સાથે તણાવ વચ્ચે રક્ષા મંત્રીની આ જાહેરાત ઘણી મહત્વની માનવામાં આવે છે.