ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ, સાંસદ મનોજ તિવારીએ કરી ટ્વીટ

0
338

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આ વાતની પુષ્ટી સાંસદ મનોજ તિવારીએ તેની ટ્વિટમાં કરી છે.

ગૃહમંત્રી અમિત શાહ નો કોરોના રિપોર્ટ બે ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદથી તેઓ મેદાન્તા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમનો તાજેતરમાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હોવાનું મનોજ તિવારીએ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગૃહમંત્રી નો પહેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે બીજો રિપોર્ટ પણ નેગેટીવ આવશે ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.