શાપરમાં જુગાર રમતા આઠ કારખાનેદાર ઝડપાયા

0
470

રોકડ, વાહન અને મોબાઈલ મળી કુલ રૂ.૫.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે

શાપર નજીક સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ કારખાનેદારને શાપર પોલીસે ઝડપી રોકડ, વાહન અને મોબાઈલ મળી કુલ રૂા.૫.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શાપર-વેરાવળની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી શાપર પોલીસને મળતા દરોડો પાડી, જુગાર રમતા રાજકોટના ગોબરભાઈ ગોરધનભાઈ સાંગાણી, શાપર-વેરાવળના જયદીપસિંહ પ્રતાપસિંહ ભટ્ટી, ભરતસિંહ શીવુભા ભટ્ટી, કિરીટ સવજીભાઈ સાંગાણી, જયેશ વલ્લભભાઈ ડોબરીયા, રઘુભાઈ બચુભાઈ ડોબરીયા, જીજ્ઞેશ ભોજાભાઈ સોરઠીયા અને ચંદ્રેશ બાબાભાઈ પાનસુરીયા નામના કારખાનેદારોને શાપર પીએસઆઈ કે.એ.ગોહીલ, હેડ કોન્સ. રોહિતભાઈ બકોત્રા અને કોન્સ. માવજીભાઈ ડાંગર સહિતના સ્થળેથી ઝડપી જુગાર પટમાંથી રૂા.૮૭,૫૦૦ની રોકડ, બે વાહન અને આઠ મોબાઈલ મળી કુલ રૂા.૫.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.