સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ વર્ષો બાદ છલકાયો, આ ગામોને અપાયું એકસાથે એલર્ટ

0
345

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં થોડાં દિવસથી અતિભારે વરસાદ પણ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રની ઘણી નદીઓમાં નવાં નીરનું આગમન પણ થયું છે. ત્યારે હાલમાં એને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો તથા ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થઈ ચુક્યો છે. શેત્રુંજી ડેમ કુલ 5 વર્ષ પછી ઓવરફ્લો થઈ જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવાં મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાંની સાથે જ કુલ 10 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે.

જેનાં કારણે નીચાણવાળા વિસ્તારો સહિત કુલ 17 ગામોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. ડેમ છલકાઈ જતાં જ ખેતીમાં સંપૂર્ણ માત્રામાં પાણી મળી રહેવાને લીધે વિપુલ પ્રમાણમાં ખેતનું ઉત્પાદન પણ થશે તેમજ પાણીની તંગીનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે.

સૌરાષ્ટ્રનો શેત્રુંજી ડેમ મોડી રાત્રે છલકાઈ જતાં પહેલાં તો કુલ 8 દરવાજા તથા ત્યારપછી વધુ કુલ 12 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમનાં કુલ 20 દરવાજા ખોલતાંની સાથે જ કુલ 17 જેટલા ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યાં હતાં.

ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તેમજ સરતાનપર, રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર તથા મેંઢા ગામને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે પણ સવારે આવકમાં ઘટાડો થઈ જતાં કુલ 10 દરવાજા બંધ પણ કરી દેવામાં આવ્યા હતાં તેમજ કુલ 10 દરવાજા કુલ 11 ઈંચ ખોલી દેવામાં આવ્યાં છે.

જેમાંથી કુલ 807 કયુસેક પાણીની જાવક પણ હાલમાં થઈ રહી છે.મહત્વની વાત તો એ છે, કે આ ડેમ છેલ્લે વર્ષ 2015માં ઓવરફ્લો થયો હતો. ત્યારપછી ચાલુ વર્ષ દરમિયાન ઓવરફ્લો થઈ જતાં જ કુલ 1 ફુટ સુધી દરવાજા ખોલી દેવામાં આવતાં કુલ 803 ક્યુસેક પાણીની જાવક પણ ચાલુ થઈ ગઈ છે.

ભાવનગર જિલ્લાની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ જતાં જ ભાવનગર, પાલિતાણા તથા ગારીયાધારમાં રહેલ પાણીની તંગીનો પ્રશ્ન પણ હલ થયો છે. આની સાથે જ ભાવનગર જિલ્લામાં આવેલ ઘણાં ગામોમાં રહેલ સિંચાઈનાં પ્રશ્નનો પણ અંત આવ્યો છે.

અહેવાલ :-કૌશિક વાજા ભાવનગર.