બાઈક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માતમાં પૂર્વ સરપંચનું ઘટનાસ્થળ પર જ થયું કમકમાટી ભર્યું મોત

0
289

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસી રહેલ અતિભારે વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા તેમજ પાણી ભરાઈ જતાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે. અકસ્માત સર્જાવાને કારણે લોકોનાં મોત પણ થતાં હોય છે. આવી જ એક ઘટના સામે આવી રહી છે.

ગીર ગઢડામાં આવેલ વેલાકોટ ગામમાં આજે એટલે કે 22 ઓગસ્ટનાં રોજ વહેલી સવારમાં બાઈક તથા ટ્રેક્ટરની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક એટલે કે ગામનાં માજી સરપંચનું ઘટનાસ્થળ પર જ મોત પણ થઈ ગયું હતું

અકસ્માત પછી ટ્રેક્ટરચાલક ભાગી ગયો હતો. ઘટનાની મળતી માહિતી પ્રમાણે વેલાકોટ ગામનાં માજી સરપંચ બાઈક લઈને જઈ રહ્યાં હતા. એ જ સમયે સામેથી આવી રહેલ ટ્રેક્ટરચાલકને અડફેટે લઈ લીધા હતાં. જેમાં માજી સરપંચ બાલુભાઈ ભીલનું ઘટનાસ્થળ પર જ મોત પણ થઈ ગયું હતું.

અહેવાલ :- મણીભાઈ ચાંદોરા, દીવ – ગીર ગઢડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here