મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના વિધાનસભા મત વિસ્તારમા મતદાન મથકોનું પુનર્ગઠન કરવા જોગ

0
275

ગીર-સોમનાથ જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીના સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨ કોડીનાર (અ.જા.) અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રીને પ્રાથમિક દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. આ મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત અન્વયે જિલ્લાના નિયત સ્થળોએ પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. મતદાન મથક અંગેના વાંધા, સલાહ, સુચનો જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે ચૂંટણીશાખામાં આવકાર્ય છે. તેમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here