‘ધ કેરલ સ્ટોરી’ના કલેક્શનમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ફિલ્મે છઠ્ઠા દિવસે 12 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મનું કુલ કલેક્શન 68.86 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે તે મુજબ તે ટૂંક સમયમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે.
બીજી તરફ પીઢ અભિનેતા અને TMC નેતા શત્રુઘ્ન સિન્હાએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ વાણી સ્વાતંત્ર્યના સમર્થનમાં છે, પરંતુ જો કોઈ ફિલ્મ સમાજનું વાતાવરણ બગાડે છે તો તેને કાબૂમાં લેવું ખૂબ જ જરૂરી છે.
ઘણા રાજ્યોમાં કરમુક્ત થવાથી ફિલ્મની કમાણી વધી છે
લેટેસ્ટ કલેક્શન શેર કરતી વખતે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે લખ્યું છે કે ‘ફિલ્મની કમાણી અણનમ છે. ફિલ્મનો ગ્રોથ દરરોજ વધી રહ્યો છે. આ ફિલ્મે બ્લોકબસ્ટરનો ખિતાબ પણ મેળવ્યો છે.’
લગભગ 40 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે તેની કિંમતની વસૂલી કરી લીધી હતી. હવે આ ફિલ્મ નફાથી આગળ વધી ગઈ છે. એવું લાગે છે કે ફિલ્મ પર પ્રતિબંધની કોઈ અસર દેખાતી નથી. યુપી અને એમપી બાદ હવે ઉત્તરાખંડ અને હરિયાણા સરકારોએ પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. જેના કારણે કમાણીમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.
શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, ‘જો હું દીકરીની સિરીઝ ન જોઈ શક્યો તો કેરલની સ્ટોરી ક્યાંથી જોઈશ?’
આ ફિલ્મને લઈને બોલિવૂડ અને રાજનીતિ જગતમાંથી વિવિધ નિવેદનો સાંભળવા મળી રહ્યા છે. શત્રુઘ્ન સિન્હાએ ફિલ્મને લઈને નવું નિવેદન આપ્યું છે.
‘TOI’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘હું એટલો વ્યસ્ત હતો કે હું મારી દીકરી સોનાક્ષી સિંહાની વેબ સીરિઝ ‘દહાડ’ પણ જોઈ શક્યો નહીં. પછી ‘ધ કેરલ સ્ટોરી’ની વાત છોડી દો. હું વાણી સ્વાતંત્ર્યની વિચારધારાને સમર્થન આપું છું પરંતુ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કિંમતે નહીં.
The Kerala Story ના મેકર્સ UP CM ને મળ્યા, ફિલ્મ જોવાની કરી અપીલ
10 મે 2023 ના રોજ ‘ધ કેરલ સ્ટોરી’ ટીમ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મળી. આ ફિલ્મને ત્યાં પહેલાથી જ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.
ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે ANI સાથે વાત કરતા કહ્યું, ‘યોગીજીએ ફિલ્મને ટેક્સ ફ્રી કરીને અમારું મનોબળ વધાર્યું છે. તેઓએ અમારી વિચારસરણી મજબૂત કરી છે. અમે તેમના ખૂબ આભારી છીએ. વિપુલે યોગી અને તેમના મંત્રીઓને પણ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. યોગી તેમની કેબિનેટ સાથે 12 મેના રોજ લોક ભવનમાં સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોઈ શકે છે.’
1300 સ્ક્રીનમાં રિલીઝ થવા છતાં અદભૂત કમાણી
ખાસ વાત એ છે કે ‘ધ કેરલ સ્ટોરી’ દેશભરમાં 1300 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. આમ છતાં ફિલ્મના આંકડા ઘણી મોટી ફિલ્મો કરતા સારા છે. સલમાન ખાનની ફિલ્મ’ કિસી કા ભાઈ કિસી કી જાને’ પણ તેની રિલીઝના છઠ્ઠા દિવસે માત્ર 4.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
કેરલ સ્ટોરીએ સલમાનની ફિલ્મને મોટા માર્જિનથી માત આપી છે. લગભગ 5,000 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘કિસી કા ભાઈ કિસી કી જા’ન બેથી ત્રણમાં ધીમી પડી ગઈ.